કપરાડાના ૨૫ આંગણવાડી મહિલા વર્કરોએ કોરોનાની રસી લીધી, ૨ની તબિયત લથડી

53

કોવિડ મહામારીથી બચવા માટે હાલ કેન્દ્ર સરકાર દ્વારા રસીકરણની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે વલસાડ જિલ્લામાં પણ રસીકરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોરોનાની રસી મુકાવવા માટે કપરાડાના માંડવા પીએચસી ખાતે આંગણવાડીની બહેનો આવ્યા હતા. આ કાર્યક્રમમાં કઠવાડા તાલુકાના આંગણવાડીમાં ફરજ બજાવતી ૨૫ મહિલાઓએ ભાગ લીધો હતો, જેથી રસી લેવા માટે તેઓ માંડવીમાં આવ્યા હતા.

આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું આંગણવાડીની બહેનોએ કોરોનાની રસી લીધા પછી ૨ આંગણવાડી મહિલાઓની તબિયત લથડી પડી હતી. જેના કારણે તે બે મહિલાઓના સ્વાસ્થ્યની કાળજી રાખવા માટે આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું હતું. આરોગ્ય વિભાગે વધુ સારવાર અર્થે બંને આંગણવાડી મહિલાઓને માંડવા ખાતે દાખલ કરી તેમના સ્વાસ્થ્યની કાળજી રાખવા ચકાસણી શરૂ કરી દીધી છે.