કતારગામમાં સગીરા પર દુષ્કર્મ, વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી ચોરી કરાવી

53
SaurashtraKranti logo favicon
SaurashtraKranti logo favicon

કતારગામ ડેરી ફળીયુ વિસ્તારમાં રહેતા યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. બાદમાં યુવકે તેની પ્રેમીકા સાથેના દુષ્કર્મની અંગતપળોનો વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી બ્લેકમેઈલ કરી ઘરમાંથી રૂપિયા ૨.૮૦ લાખની ચોરી કરાવી પૈસા પડાવ્યા હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. બનાવ અંગે કતારગામ પોલીસના જણાવ્યા મુજબ કતારગામ ડેરી ફળિયામાં રહેતા કુશ પટેલ નામના યુવકે તેના જ વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષ ૨ માસ અને ૨૩ દિવસની સગીરાને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી.

કુશે ઓગસ્ટ ૨૦૨૦માં બાદૃ સગીરા સાથે અવાર નવાર તેની મરજી વિરૂધ્ધ શારીરીક સંબંધો બાંધ્યા હતા. અને તેનો પોતાના મોબાઈલમાં વીડિયો પણ ઉતાર્યો હતો.ત્યારબાદ કુશ પટેલે અંગતપળોનો વીડિયોના આધારે સગીરાને તારે હું કહુ તેમ કરવુ પડશે. તથા મને ગમે ત્યાંથી રૂપિયા આપવા પડશે નહી તો હું આપણો બન્નેનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઈલ કરવાની શરુઆત કરી હતી.

કુશ પાસે અંગતપળોનો વીડિયો હોવાથી સગીરા પણ ગભરાઈ ગઈ હતી અને કુશના કહેવા પર તેના ઘરમાંથી ટુકડે ટુકડે કરી રૂપિયા ૨.૫૦ લાખા ઘરમાંથી તથા તેના ભાઈના ઘરમાંથી રૂપિયા ૫૦ હજાર મળી કુલ રૂપિયા ૨.૮૦ લાખ ઘરમાંથી ચોરી કરી કર્યા હતાં અને આ પૈસા કુશ પટેલને આ્પ્યા હતાં. બનાવ અંગે પોલીસે સગીરાના પરિવારની ફરિયાદને આધારે કુશ પટેલ સામે બળાત્કાર સહિતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.