કચ્છમાં પિતાએ પોતાના 9 વર્ષીય દિવ્યાંગ પુત્રને મોતને ઘાટ ઉતાર્યો

22
કચ્છ
કચ્છ

Subscribe Saurashtra Kranti here

કચ્છમાં બનાવ સંદર્ભે સબ ઇન્સ્પેક્ટર ભાવેશ ભટ્ટે હત્યારા પિતાને નજર કેદમાં રાખ્યો

મૂળ નેપાળના વતની અને હાલ કચ્છ મુન્દ્રાના બરોઈ ખાતે રહેતા હરીશ કામી નામના યુવાને આર્થિક ખેંચતાણના લીધે કંટાળીને સતત બિમાર રહેતા પોતાના અપંગ પુત્ર દિનેશ કામી જેની ઉંમર માત્ર ૯ વર્ષની હતી. તેની ગળું દબાવી હત્યા કરી નાખી હતી.

હત્યા કર્યા બાદ પુત્રનું કુદરતી મોત થયું છે, તેમ જણાવી પોતાના આઠથી દસ હમવતની યુવાનોને ભેગા કરીને પોતાના મૃતક પુત્ર દિનેશને નાના કપાયાના જંગલ વિસ્તારમાં દફનાવી દીધો હતો.

Read About Weather here

સમગ્ર ઘટનનાની જાણ થતાં મુન્દ્રા માંડવી વિસ્તારના પ્રાંત અધિકારી ચૌધરી સાથે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પંચોની હાજરીમાં શબ બહાર કાઢવામાં આવ્યું હતું. બનાવ સંદર્ભે સબ ઇન્સ્પેક્ટર ભાવેશ ભટ્ટે હત્યારા પિતાને નજર કેદમાં રાખ્યો હતો અને શબને જામનગર ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું. રિપોર્ટ આવ્યા બાદ હરીશે દિનેશની હત્યા કેવી રીતે કરી હોવાનું સામે આવશે અને પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવશે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here