કચ્છમાં પાકિસ્તાની બોટ સાથે ઘુસણખોર ઝડપાયો, બીએસએફ એલર્ટ

65

ગુજરાતમાં કચ્છના દરિયા કાંઠે અવારનવાર બિનવારસી પાકિસ્તાની બોટ મળતી આવે છે, ત્યારે આજે બીએસએફ દ્વારા કચ્છની આંતરરાષ્ટ્રીય જળસીમા નજીકથી વધુ એક પાકિસ્તાની બોટ સાથે ઘુસણખોરને ઝડપી પાડવામાં આવ્યો છે. આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, કચ્છના જખૌ નજીકના પડાલા ક્રીક વિસ્તારમાં ઘૂસી આવેલી એક પાકિસ્તાની બોટ અને પાકિસ્તાની નાગરિકને બીએસએફ દ્વારા ગઈકાલે મોડી રાત્રે ઝડપી પાડવામાં આવ્યો હતો.

હાલ બોટને કિનારે લાવીને પાકિસ્તાની નાગરિકની પૂછપરછ કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે, ગુજરાતમાં કચ્છનો દરિયા કાંઠો ઘણો જ સંવેદનશીલ માનવામાં આવે છે. ગુજરાતના દરિયાઈ માર્ગનો ઉપયોગ કરીને જ પાકિસ્તાની આતંકવાદીઓએ મુંબઈમાં સૌથી મોટા આતંકવાદી હુમલાને અંજામ આપ્યો હતો. આથી જ અહીં આંતરરાષ્ટ્રીય જળ સીમા પર જવાનો એલર્ટ થઈ ગયા છે.