કચ્છમાં ઓક્સિજન સિલિન્ડર ન મળતા ફાયરીંગ !

210
કચ્છમાં ઓક્સિજન
કચ્છમાં ઓક્સિજન

કંપનીના કર્મચારીઓ અને આવારા તત્વો વચ્ચે ઓક્સિજનની રિફિલને લઈને વિવાદ થયો હતો

કોરોનાની બીજી લહેરે દેશને હચમચાવી નાખ્યો છે. તો વળી બીજી બાજૂ ઓક્સિજનની ભારે કમીના કારણે લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહૃાા છે. ત્યારે હવે લોકો ઓક્સિજન માટે એકબીજાનો જીવ લેવા માટે પણ મજબૂર બન્યા છે. કચ્છમાંથી જ તાજેતરમાં આવો દાખલો સામે આવ્યો છે. જ્યાં ઓકસીજન સિલિંન્ડર રિફિલ કરતી કંપનીની અંદર ઘૂસેલા શખ્સોએ કર્મચારીઓને ધમકાવ્યા બાદ ગોળીઓ ચલાવી હતી.

Subscribe Saurashtra Kranti here

કહેવાય છે કે, કંપનીના કર્મચારીઓ અને આવારા તત્વો વચ્ચે ઓકસીજનની રિફિલને લઈને વિવાદ થયો હતો. આ શખ્સોએ કર્મચારીઓ સાથે ઉદ્ધતાઈ ભર્યુ વર્તન કરી બંદૃૂક લહેરાવતા મારપીટ પણ કરી હતી. એક શખ્સે તો હવામાં બંદૃૂક લહેરાવતા ઉપરાઉપરી ત્રણ ફાયરીંગ કર્યા હતા. જે બાદ દહેશતનો માહોલ ઉભો થયો હતો.

Read About Weather here

ઘટનાની જાણ થતાં પોલીસે ત્યાં પહોંચી હતી. જો કે, ત્યાં સુધીમાં આ ચારેય શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પોલીસે આ મામલે ચારેય વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીસનું કહેવુ છે કે, ટૂંક સમયમાં પણ આ તત્વોની ધરપકડ કરી લેવામાં આવશે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here