કંપનીનો માર્કેટિંગ કર્મચારી 3 લાખ લઇ ફરાર…

9
MARKETING-કંપની
MARKETING-કંપની

Subscribe Saurashtra Kranti here

અમદાવાદમાં એસટયુટ પાવર ઓટોમેશન નામની કંપની ધરાવી પાણીની મોટર બનાવવાનો વેપાર કરે છે

એસટ્યુટ પાવર ઓટોમેશન નામની કંપનીમાં કામ કરતા માર્કેટિંગના કર્મચારીને રૂ.૩.૧૭ લાખ વડોદરા લઈ આવવાનું કહેતા કર્મચારી કંપનીમાંથી પૈસા લઈ ફરાર થઈ ગયો છે. કંપની સાથે વિશ્ર્વાસઘાત અને ઠગાઈ કરી હતી. જેથી માલિકે કર્મચારીના વિરુદ્ધમાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

મહેસાણામાં રહેતા સંજયભાઈ અમીન અમદાવાદમાં એસટયુટ પાવર ઓટોમેશન નામની કંપનિ ધરાવી પાણીની મોટર બનાવવાનો વેપાર કરે છે. કંપનિમાં મેનેજર તરીકે લલીતપ્રસાદ તથા માર્કેટીંગનું કામ કલ્પેશભાઈ સોમપુરા કરે છે. ગત ૧૦ તારીખે સંજયભાઈ કંપનિના કામથી વડોદરા ગયા હતા, ત્યારે તેમને પૈસાની જરૂર પડતા માર્કેટીંગમાં કામ કરતા કલ્પેશભાઈને ૩.૧૭ લાખ લઈને વડોદરા આવવાનું કીધુ હતુ. જેથી કલ્પેશભાઈ કંપનિમાંથી પૈસા લઈને વડોદરા આવવા માટે નીકળ્યા હતા.

Read About Weather here

જોકે બીજા દિવસે પણ વડોદરા આવ્યા ન હતા. જેથી સંજયભાઈએ તેમને ફોન કર્યો હતો. જો કે ફોન બંધ આવ્યો હોય કંપનિના કર્મચારીઓને ફોન કરી જાણ કરતા કલ્પેશ પૈસા લઈને એક દિવસ પહેલા જ નિકળી ગયો હોવાનું જાણવા મળ્યુ હતુ. જો કે બે દિવસ રહીને સંજયભાઈ પરત અમદાવાદ આવ્યા હતા. ત્યારબાદ કલ્પેશભાઈની તપાસ કરતા ક્યાંય મળી આવ્યા ન હતા. જેથી કંપનિમાં કામ કરતા કલ્પેશભાઈ પૈસા લઈને ક્યાંક જતા રહૃાા હતો અને કંપની સાથે વિશ્ર્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યુ હતું. સંજયભાઈએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં કલ્પેશભાઈના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here