કંડલા ઝોન ટુ ઉપલેટા સુધી યુઝ કલોથનું ખુંખાર ટ્રેડ વોર:ડીઆરઆઇ સહિતની એજન્સીઓ ખામોશ ..?

16
રવિવારે રાજકોટ
રવિવારે રાજકોટ

કંડલા ઝોન ટુ ઉપલેટા-જામનગર રૂટ પુરા દેશ પર યુઝ ક્લોથ પૂરો પાડે છે

Subscribe Saurashtra Kranti here

સોના-ચાંદી અને ડ્રગ્સના ધંધાને પણ ટક્કર મારે તેવો મલાઈદાર વેપાર….

સરકારી તંત્રના નીતિ-નિયમોની આંટીઘુંટી અને લાયસન્સ પ્રથાથી સરકારને વર્ષે દહાડો અબજો રૂપિયાની રેવન્યુ ચુનો લાગે છે

કંડલા સ્પેશિયલ ઇકોનોમિકસ ઝોનમાં બોલેરો ગાડીમાં નવા કપડા પકડાયા હતા. જેને સિક્યુરીટીના એક અધિકારીએ નાણાંકીય વ્યવહાર કરીને જવા દીધાના પડધા હજુ સમ્યા નથી. કસ્ટમ તંત્ર આ બાબતે અજાણ હોય સીસીટીવી ફૂટેજ તપાસની તસ્દી તંત્ર લેતું નથી. એ બાબતે જાણ કારોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. ઓલ્ડ ક્લોથ એટલે કે યુઝ ક્લોથનો કારોબાર સોના-ચાંદીની સ્મલિંગ કરતા પણ વધુ નફાકારક હોય ધીમે-ધીમે માફીયા તત્વોનો પણ આ ધંધામાં પગપેસારો થયો છે. કંડલાઝોન ટુ ઉપલેટા આ આખા સ્મલિંગને ચેઈન ગોઠવાઈ ગઈ છે. જેમાં કસ્ટમ તંત્રના ભ્રષ્ટ અધિકારીઓની પણ ખુલી સંડોવણી જોવા મળી છે. સમગ્ર મામલે રેવન્યુ ઇન્ટેલેજ્ન્સી તેમજ પ્રિવેન્ટીવની ટીમ કામે લાગે તો અબજો ખરબો રૂપિયાનું ટેક્સ ચોરીનું કાંડ ખુલ્લે એવું જાણકારોમાં ચર્ચાઈ છે.

એક સમય એવો હતો કે માફીયા તત્વો સોના-ચાંદીની દાણચોરી કરતા ત્યાર પછી ઈલેક્ટ્રોનિક ચીજ વસ્તુનો યુગ ચાલ્યો ત્યારબાદ ડ્રગનો ધંધો ખુલ્યો હતો પરંતુ હવે વિદેશોમાંથી યુઝ ક્લોથની આડમાં નવા કપડા મંગાવીને વેચવાનો ધંધો ભારે ફુલ્યો-ફાલ્યો છે.

કંડલા યુઝ ક્લોથના લાયસન્સમાં ભારે મોનોપોલી ચાલે છે. મીનીસ્ટી ઓફ કોમર્સ હવે નવા લાયસન્સ ઇસ્યુ કરતી નથી એટલે યુઝ ક્લોથના માર્યાદિત લાયસન્સમાં આખી ઇન્ડસ્ટ્રી ટીંડાઈ ગઈ છે. એક લાયસન્સમાં 10-15 કે તેથી વધુ લોકો ભાગીદાર થઇ ગયા છે અને એ રીતે યુઝ ક્લોથની આડમાં આયાતી ઈમ્પોટેડ કપડાનો કારોભાર થાય છે.

યુઝ ક્લોથને સારી રીતે પ્રોસેસ કરીને પછી તેને ચિંદી અને થ્રીકટના રૂપમાં ઝોનમાંથી બહાર કાઢી શકાઈ છે.
પરંતુ અહીંના વેપારીઓ કસ્ટમ અને સિક્યુરીટી સાથે સેટીંગ કરીને આખા કપડા એટલે કે ઓપી ઝોનમાંથી બહાર કાઢી આ કપડા ખુલી બજારમાં ધૂમ વેચાઈ છે.

આ ઓપી કપડા કાઢવા માટે આ લાઈનના કીડાઓએ અવનવી તરકીબો શોધી કાઢી છે. દિલ્હી, ખાનીપત, કોલકતા સહિતના જગ્યાએ આ ગઠીયા લોકો ઓપી કપડા પર દંડ પેનલ્ટી લગાવીને કંટેનરને છોડી લે છે. એક આઈસી કોડ પર આવી રીતે બે-ત્રણ વખત યુઝ ક્લોથ મંગાવીને પછી માફીયા તત્વો ફરી વખત બીજી નામની બીજી આઈસી કઢાવી લે છે. આ મોડસ ઓપરેન્ટીના કારણે ભારતીય બજારમાં યુઝ ક્લોથના ઢગલા ઠલવાઈ છે.
ડાયરેક્ટર જનરલ ઓફ રેવન્યુ ઇન્ટેલન્સી આ બાબતે અજાણ હોય તેવું માનવાને કોઈ કારણ નથી. પ્રિવેંટીવ એજન્સીની ક્ષેત્રીય મર્યાદા હોય છે. બંને એજન્સી વચ્ચે સંકલનના અભાવે આ લાઈનમાં ખુંખાર માફિયાઓ પ્રવેશી ગયા છે અને ખુલ્લુ ટ્રેડ વોર ચાલે છે.

Read About Weather here

કંડલા ઝોન ટુ ઉપલેટા-જામનગર રૂટ પુરા દેશ પર યુઝ ક્લોથ પૂરો પાડે છે અને રેવન્યુ ઈન્ટેલજન્સી અને પ્રિવેંટીવ એજન્સીના ઉચ્ચ સતાધીશો તાકીદે આ ટ્રેડ વોરના દુષ્કચક્ર ભેદે એવી માંગ સ્થાનિકોમાં ઉઠવા પામી છે.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here