ઓક્સિજન બાદ હવે ઓક્સીમીટરની ખરીદી પર ઉઘાડી લૂંટ !

ઓક્સીમીટર
ઓક્સીમીટર

લોકો હવે પોતાના ઘરે જ વ્યક્તિના શરીરમાં ઓક્સીજન લેવલ ચકાસવા ઓક્સીમીટર વસાવી લે છે

ગુજરાતમાં કોરોનાનો કાળો કેર વર્તાયો છે. ત્યારે એક તરફ ઓક્સીજનની અછત સર્જાઈ રહી છે. તો બીજી તરફ ઓક્સીમીટર અને ઓક્સીજનની બોટલ પર લાગતા ફલો મીટરની અછત પણ વર્તાવવા લાગી છે.

Subscribe Saurashtra Kranti here

મહેસાણાની વાત કરીએ તો મેડિકલમાં સામાન્ય દિવસોમાં રૂ.૫૦૦ થી રૂ.૧૦૦૦ વચ્ચે મળતું ઓક્સી મીટર અત્યારે રૂ.૨૦૦૦ થી રૂ.૨૫૦૦ સુધીમાં મળે તો મળે બાકી ઠન ઠન ગોપાલ. એટલે કે ઓક્સોમીટર મળતા જ નથી. તો બીજી તરફ કોઈ દર્દી માટે ઓક્સીજનની બોટલની વ્યવસ્થા કરે તો તેની ઉપર લગાવાતું ફલો મીટર મળતું નથી. અને જો ફલો મીટર મળે તો ઓક્સીજનની બોટલ ના મળે તેવી સ્થિતિ હાલમાં સર્જાઈ છે.

Read About Weather here

ખાસ કરીને લોકો હવે પોતાના ઘરે જ વ્યક્તિના શરીરમાં ઓક્સીજન લેવલ ચકાસવા ઓક્સીમીટર વસાવી લે છે. પરંતુ હાલમાં તેની પણ અછત સર્જાઈ રહી છે. એક તરફ ઓક્સીમીટરના વધુ ભાવ થઈ ગયા છે અને બીજી તરફ માલની શોર્ટેજ પણ ઉભી થઇ છે જેના કારણે હોમ આઇસોલેટ દર્દીઓ અને તેમના સગા મુશ્કેલીમાં મુકાયા છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here