એ.એમ.ટી.એસ બસમાંથી યુવતીએ ઉતરવાની ના પાડતાં પોલીસ બોલાવવી પડી

32

એ.એમ.ટી.એસ બસમાંથી યુવતીએ ઉતરવાની ના પાડતાં પોલીસ બોલાવવી પડી

અત્યાર સુધી કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરાવતી વખતે પોલીસ અને પ્રજા સાથે ઘર્ષણ થતું હતું. છેલ્લાં કેટલાક સમયમાં માસ્ક ન પહેરવા બદલ દંડાત્મક કાર્યવાહી કરતી વખતે પોલીસ સાથે બોલાચાલી કે ઘર્ષણના અનેક બનાવો સામે આવ્યા છે. હવે એએમટીએસ બસના કંડકટર પણ તેમાંથી બાકાત રહૃાા નથી. ક્ષમતા કરતા વધારે મુસાફરો બસમાં બેસી જતા કંડક્ટરે કેટલાક લોકોને બસમાંથી નીચે ઉતર્યા હતા. આ સમયે એક મહિલાએ બસમાંથી નીચે ઉતરવા માટે ના કહી દીધી હતી અને એવી તો જીદૃ પકડી કે કંડક્ટરે પોલીસ બોલાવવી પડી હતી.

સૈજપુર બોઘા રોડ પર રહેતા સાહિલ પ્રજાપતિએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ આપી છે કે ગઇકાલે તેઓ સતાધાર સોસાયટીથી નરોડા તરફના રૂટ પર જઈ રહૃાા હતા ત્યારે શાહીબાગ ઓપીડી એએમટીએસ બસ સ્ટેન્ડ ખાતે તેઓએ બસ ઊભી રાખી હતી. જેથી એક પછી એક પેસેન્જર તેમની બસમાં બેસવા લાગ્યા હતા. જોકે, ક્ષમતા કરતા વધુ પેસેન્જર બસમાં બેસી ગયાં હતાં.

કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે કંડક્ટરે કેટલાક મુસાફરોને બસમાંથી નીચે ઉતર્યા હતા. જોકે, આ વખતે એક યુવતીએ બસમાંથી નીચે ઉતરવાનો ઇક્ધાર કર્યો હતો. યુવતીએ જીદ પકડી હતી કે તે બસમાંથી નીચે નહીં ઉતરે. યુવતીએ કંડક્ટરને કહૃાું હતું કે, “હું છેલ્લા એક કલાકથી બસની રાહ જોઈ રહી છું. હું બસમાંથી નીચે નહીં ઉતરું. હું ઊભા ઊભા જઈશ.”

યુવતીએ તેની જીદ પર અડગ રહેતા અંતે બસના ડ્રાઇવરે પોલીસ બોલાવી હતી. જે બાદમાં કંડક્ટરે યુવતી સામે સરકારી કામમાં રુકાવટ બદલ ફરિયાદ આપી હતી.

અત્યાર સુધી કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરાવતી વખતે પોલીસ અને પ્રજા સાથે ઘર્ષણ થતું હતું. છેલ્લાં કેટલાક સમયમાં માસ્ક ન પહેરવા બદલ દંડાત્મક કાર્યવાહી કરતી વખતે પોલીસ સાથે બોલાચાલી કે ઘર્ષણના અનેક બનાવો સામે આવ્યા છે. હવે એએમટીએસ બસના કંડકટર પણ તેમાંથી બાકાત રહૃાા નથી. ક્ષમતા કરતા વધારે મુસાફરો બસમાં બેસી જતા કંડક્ટરે કેટલાક લોકોને બસમાંથી નીચે ઉતર્યા હતા. આ સમયે એક મહિલાએ બસમાંથી નીચે ઉતરવા માટે ના કહી દીધી હતી અને એવી તો જીદ પકડી કે કંડક્ટરે પોલીસ બોલાવવી પડી હતી.

સૈજપુર બોઘા રોડ પર રહેતા સાહિલ પ્રજાપતિએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદૃ આપી છે કે ગઇકાલે તેઓ સતાધાર સોસાયટીથી નરોડા તરફના રૂટ પર જઈ રહૃાા હતા ત્યારે શાહીબાગ ઓપીડી એએમટીએસ બસ સ્ટેન્ડ ખાતે તેઓએ બસ ઊભી રાખી હતી. જેથી એક પછી એક પેસેન્જર તેમની બસમાં બેસવા લાગ્યા હતા. જોકે, ક્ષમતા કરતા વધુ પેસેન્જર બસમાં બેસી ગયાં હતાં.

કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે કંડક્ટરે કેટલાક મુસાફરોને બસમાંથી નીચે ઉતર્યા હતા. જોકે, આ વખતે એક યુવતીએ બસમાંથી નીચે ઉતરવાનો ઇક્ધાર કર્યો હતો. યુવતીએ જીદ પકડી હતી કે તે બસમાંથી નીચે નહીં ઉતરે. યુવતીએ કંડક્ટરને કહૃાું હતું કે, “હું છેલ્લા એક કલાકથી બસની રાહ જોઈ રહી છું. હું બસમાંથી નીચે નહીં ઉતરું. હું ઊભા ઊભા જઈશ.”

યુવતીએ તેની જીદ પર અડગ રહેતા અંતે બસના ડ્રાઇવરે પોલીસ બોલાવી હતી. જે બાદૃમાં કંડક્ટરે યુવતી સામે સરકારી કામમાં રુકાવટ બદલ ફરિયાદ આપી હતી.

Previous articleતાપીમાં બની કરૂણાંતિકા
Next articleઅમદાવાદ આરટીઓને નવેમ્બર માસમાં પસંદગીના નંબર પટેલે ૧ કરોડથી વધુની આવક થઇ