‘હું સરકારી અધિકારીની છોકરી છું’ એમ કહી એરપોર્ટ પર જવાનને લાફો ઝીંક્યો!!!

amd-એરપોર્ટ
amd-એરપોર્ટ

અમદાવાદ એરપોર્ટ પર બેગ ચેક કરવાનું કહેતા મહિલાએ જવાનને લાફો ઝીંક્યો

Subscribe Saurashtra Kranti here

અદાણી ગ્રૂપ સંચાલિક અમદાવાદ એરપોર્ટ પર ૧ એપ્રિલની વહેલી સવારે અમદાવાદની મહિલા અને સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સના જવાન કલ્પેશ રામટકે વચ્ચે બેગ ચેક કરવા બહાને બબાલ થઈ હતી. નીલમ દવે નામની મહિલાએ બેગ ચેક કરવાની ના પાડીને કહૃાું કે હું સરકારી અધિકારીની છોકરી છું અને ઝઘડો આગળ વધ્યો હતો અને મહિલાએ ઉશ્કેરાઈને જવાનને લાફો મારી દીધો હતો. આ ઘટના બાદ ત્યાં હાજર અન્ય લોકો ભેગા થઈ ગયા હતાં. આ બનાવ અંગે સીઆઇએસએફના જવાને એરપોર્ટની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગે હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ એરપોર્ટના ટર્મિનલ 2 પર મૂળ મહારાષ્ટ્રના અને હાલ અમદાવાદ નરોડામાં રહેતા કલ્પેશ રામટકે (ઉ.વ.૪૭)એ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ સીઆઇએસએફમાં રાતે ૯થી સવારે ૬ વાગ્યા સુધી ઐર-પોર્ટ પર ફરજ બજાવે છે. બુધવારે રાતે તેમની નોકરી પર હાજર હતા, ત્યારે વહેલી સવારે એક મહિલાની બેગ સ્કેન ક્લિયર થતું ન હતી. જેથી સ્ટાફના અન્ય વ્યક્તિ તેમને સમજાવી રહૃાા હતા કે, તમારી બેગમાં ફોન કે સિક્કા હશે, જેથી તમારી બેગ ક્લિયર થતી નથી, જેથી તમારી બેગ ચેક કરવી પડશે.

Read About Weather here

સીઆઇએસએફના જવાનની ફરિયાદ મુજબ, આ સમયે મેં તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ આ મહિલા ઉશ્કેરાઈ ગયા હતા અને જોરજોરથી બોલવા લાગ્યા હતાં. તેમજ મહિલાએ ગુસ્સે થઈને બેગ નીચે ફેંકી દીધી હતી. જેથી આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. વાત આગળ વધતા મહિલાએ કહૃાું હું સરકારી અધિકારીની છોકરી છું અને ઉશ્કેરાઈ ગયા હતા. ત્યાર બાદ મહિલાએ કલ્પેશ રામટકેને લાફો મારી દીધો હતો. કલ્પેશભાઈએ આ અંગે ઐર-પોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાના પાસપોર્ટ પરથી તેમનું નામ નીલમ દવે (રહે.થલતેજ) હોવાનું જાણવા મળ્યું હતું. આ સમગ્ર મામલે હાલ એરપોર્ટ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Read National News here

Subscribe Saurashtra Kranti here

Read E-Paper here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleફિલ્મ ’હેરા ફેરી-૩’ અંગે મોટી ખબર, પ્રોડ્યૂસર ફિરોઝ નડિયાદવાલાએ કહ્યું…
Next articleપરિણીતી ચોપરાએ કરાવ્યું ટોપલેસ ફોટોશૂટ…