એમડી ડ્રગ્સ મંગાવનાર બે શખ્સની ધરપકડ કરી, જથ્થો કબજે કર્યો

એમડી ડ્રગ્સ
એમડી ડ્રગ્સ

FSL અધિકારીને બોલાવી અને તપાસ કરતા એમડી ડ્રગ્સ હોવાની પુષ્ટી થઈ હતી

અમદાવાદ શહેરમાં એમડી ડ્રગ્સનું વેચાણ ફરી શરૂ થયું છે. જુહાપુરા વિસ્તારમાં રહેતો શખ્સ તેના મિત્ર સાથે મળી એમડી ડ્રગ્સનું વેચાણ કરતા હોવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે વિશાલા સર્કલ પાસેથી બંનેને ઝડપી ૫૪ ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ કબ્જે કર્યું છે. ફતેહવાડીના અતિક મંડલી નામના શખ્સ પાસેથી બંને ડ્રગ્સ ખરીદતા હતા. વોટ્સએપ કોલ કરી અતિક પાસેથી તેઓએ ડ્રગ્સ મંગાવ્યું હતું, જે લઈને આવતા ઝડપાયા હતા. ક્રાઈમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.

Subscribe Saurashtra Kranti here

ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, જુહાપુરામ રહેતો મહંમદ સુલતાન શેખ અને કાલુપુરનો મુસ્તકિમ શેખ ભાગીદારીમાં ડ્રગ્સનો ધંધો કરે છે. ફતેહવાડીના અતિક મંડલી નામના શખ્સ પાસેથી તેઓ ડ્રગ્સ ખરીદે છે. બંને જુહાપુરાથી વિશાલા સર્કલ પાસે ડ્રગ્સ સાથે આવવાના છે જેથી ટીમે ત્યાં વોચ ગોઠવી હતી. સ્કૂટર પર બંને આરોપીઓ આવતા પોલીસે તેમને રોકી અને તપાસ કરતા ખિસ્સામાં રહેલી થેલીમાંથી સફેદ કલરનો પાવડર મળી આવ્યો હતો.

Read About Weather here

FSL અધિકારીને બોલાવી અને તપાસ કરતા ડ્રગ્સ હોવાની પુષ્ટી થઈ હતી. જેથી બંનેની પૂછપરછ કરતા તેઓને વેચવા માટે ડ્રગ્સ જોઈતું હોવાથી અતિકને વોટ્સએપ પર કોલ કરી અને ડ્રગ્સ મંગાવ્યું હતું. સોનુ નામનો માણસ ડ્રગ્સ આપી ગયો હતો. પોલીસે તેઓની વધુ પૂછપરછ શરૂ કરી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here