એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીની મીડ સેમેસ્ટર પરીક્ષા હાલમાં ચાલી રહી છે. આજે પરીક્ષાના બીજા દિવસે ઓનલાઈન સિસ્ટમમાં સર્જાયેલી ખામીના પગલે ભારે હોબાળો મચી ગયો હતો અને આખરે પરીક્ષા રદ કરવાનો વારો આવ્યો હતો.
મળતી વિગતો પ્રમાણે ટીવાય, એમકોમ અને બીબીએના લગભગ ૭૬૦૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહૃાા છે. આજે પરીક્ષાના બીજા દિવસે વિદ્યાર્થીઓ લોગ ઈન જ નહોતા થઈ શકયા. સર્વર ડાઉન હોવાનો મેસેજ વિદ્યાર્થીઓના મોબાઈલ કે લેપટોપ સ્ક્રીન પર જોવા મળી રહૃાો હતો. જેના પગલે વિદ્યાર્થી સંગઠનોએ ભારે હોબાળો મચાવ્યો હતો.
સવારના ૧૦ વાગ્યે વિદ્યાર્થી સંગઠનો ડીન સમક્ષ રજૂઆત કરવા માટે પહોંચી ગયા હતા. ૯૯ ટકા વિદ્યાર્થીઓ લોગ ઈન નહીં થઈ શક્યા હોવાથી આજની પરીક્ષા રદ કરવાની જાહેરાત કરાઈ હતી. આ પરીક્ષા હવે ૨૪ ડિસેમ્બરે લેવામાં આવશે. બીજી તરફ કોમ્પ્યુટર સેન્ટરના સૂત્રોનુ કહેવુ હતુ કે, સર્વરની કનેક્ટિવિટીની સમસ્યા સર્જાઈ હતી.જેના પગલે આજની પરીક્ષા રદૃ કરવી પડી છે.
ઉલ્લેખનીય છે કે, મંગળવારે પણ પરીક્ષામાં લોગ ઈન થવાની સમસ્યાઓ સર્જાઈ હોવાના પગલે હોબાળો થયો હતો. જોકે સત્તાધીશોએ ગઈકાલે પરીક્ષા સારી રીતે લેવાઈ હોવાનો દૃાવો કર્યો હતો. આ દૃાવાની પોલ જોકે આજે ખુલી ગઈ હતી.