રાજ્યમાં અવાર નવાર નકલી નોટોનો હેરાફેરીનો પર્દૃાફાશ થતો હોય છે, ત્યારે મંગળવારે ગુજરાત એટીએસે એક સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. આ ઓપરેશન ગાંધીનગરમાં પડાયું છે. સૂત્રો પાસેથી જાણવા મળી રહૃાું છે કે ઝડપાયેલા આરોપીઓ પાસેથી નકલી નોટો સાથે પાકિસ્તાની ચલણી નોટો પણ ઝડપાઈ છે. આ ઘટનામાં ગુજરાત એટીએસે ચિલોડા સર્કલ પાસેથી ૪ આરોપીઓની ધરપકડ પણ કરી છે. ગુજરાત એટીએસ છેલ્લા પાંચ વર્ષથી વિવિધ ઓર્ગેનાઈઝડ ગેંગ મુદ્દે સક્રિય બની છે. ત્યારે આવું જ એક મોટું ઓપરેશન્સ મંગળવારે ગાંધીનગરના ચિલોડા પાસે હાથ ધર્યું હતું.
જેમાં ચાર વ્યક્તિઓને બનાવટી ભારતીય ચલણી નોટોની સાથે પાકિસ્તાની ચલણી નોટો સાથે ઝડપી પાડ્યા છે. પરંતુ ગુજરાત એટીએસએ ચિલોડા સર્કલ પાસેથી ચાર વ્યક્તિઓની ટુકડીને બનાવટી ચલણી નોટો સાથે કરેલી અટકાયતે કેન્દ્ર સરકારના દૃાવાઓને છેડ ઉડાડી દૃીધો છે. એટીએસએ પકડેલી આ બનાવટી ચલણી નોટો અસલને પણ ટક્કર મારે તેવી દૃેખાય છે. માત્ર બનાવટની જ નહીં પણ તેમની પાસે પાકિસ્તાનની નકલી ચલણી નોટો પણ તેમની પાસેથી મળી આવી છે. મોડીરાત્ર સુધી આ ઓપરેશન ચાલું હોવાનેકારણે ઓપરેશનમાં સામેલ એટીએસના અધિકારીઓએ ઓપરેશનની ગુપ્તતા જાળવવા પોતાની સત્તાવાર મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી નાંખ્યા હતા.
સંભાવના એવી છે કે આજે બુધવારે એટીએસ આ અંગે સત્તાવાર જાહેરાત કરશે. નોટબંધી પછી સરકારનો દૃાવો હતો કે નવી ચલણી નોટોની નકલ શક્ય નથી, જેના કારણે ભારતીય અર્થતંત્રને ખોરવી નાખવા માટે પાકિસ્તાન સહિતના પાડોશી રાષ્ટ્રમાં જ્યાં ભારતીય બનાવટની નકલી નોટોનું ઉત્પાદૃન થઈ રહૃાું છે તેના પર બ્રેક લાગશે.