એકતરફી પ્રેમમાં પાગલ રિક્ષા ડ્રાઇવરે યુવતી છેડતી કરતા નોંધાઈ ફરિયાદ

40

અમદાવાદમાં ફરી એક વખત એક તરફી પ્રેમમાં પાગલ યુવકની કાળી કરતુતો સામે આવતા પોલીસમાં ફરિયાદ દાખલ થઇ છે. શહેરના દાણીલીમડા વિસ્તારમાં રહેતા એક યુવકે પરિચિત યુવતીના એક તરફી પ્રેમમાં પાગલ થઇ જાહેર રોડ પર તેને માનસિક રીતે હેરાન કરતો હતો. યુવકની રોજરોજની આવી હરકતથી તંગ આવી કોલેજીયન યુવતીએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં જ પોલીસે છેડતીનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. શહેરના દાણીલીમડા વિસ્તારમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી ૨૦ વર્ષીય યુવતીને છેલ્લા એક વર્ષથી પરિચિત યુવક હેરાન કરતો હતો.

યુવતીની છેડતી કરનાર યુવક મારુક શેખ યુવતીના એક તરફી પ્રેમમાં પાગલ હોવાથી યુવતીને પોતાની સાથે લગ્ન કરવા દબાણ કરતો હતો. યુવતી લગ્નનો ઇક્ધાર કરતા આરોપી મારુફ રંગરેજ દ્વારા યુવતીને રોડ પર છેડતી કરી હેરાન કરવાનું શરૂ કર્યું હતું. આખરે યુવતી આ પાગલ પ્રેમીથી કંટાળી પોલીસ ફરિયાદ કરતા આરોપી મારુફની ધરપકડ કરી છે. આરોપી મારુફ શેખ અને ભોગબનાર યુવતી છેલ્લા આઠ વર્ષથી એક-બીજાના પરિચિયમાં હતા. પરતું એક વર્ષથી આરોપી મારુફ શેખ યુવતીના પ્રેમમાં પાગલ થઈ જતા આરોપી મારુફ દ્વારા યુવતીને અવારનવાર રોડ પર ઉભી રાખી એક્ટિવા ચાવી નીકાળીને હાથ પકડી છેડતી કરતો હતો અને પોતાની સાથે લગ્ન કરવા દૃબાણ કરતો હતો.

પોલીસ તપાસ કરતા આરોપી મારુફ યુવતીને વર્ષ ૨૦૧૫થી એક તરફી પ્રેમમાં હતો. જો કે યુવતી સ્કૂલે જતી હતી ત્યારે પણ આરોપી મારુફ યુવતીને વર્ષ ૨૦૧૫થી એક તરફી પ્રેમમાં હતો. જો કે યુવતી સ્કૂલે જતી હતી ત્યારે પણ આરોપી મારુફ યુવતીનો પીછો કરી હેરાન કરતો હતો. ઉલ્લેખનીય છે કે આરોપી મારુફ રંગરેજ બહેરામપુરા વિસ્તારમાં રહી લોિંડગ રીક્ષા ચલાવતો હતો અને ધોરણ ૯ સુધી અભ્યાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. એક તરફી પ્રેમમાં પાગલ યુવકે પ્રેમિકાને મેળવવાની હદૃ વટાવતા અંતે યુવકને જેલના સળિયા પાછળ ધકેલાયો છે. હાલમાં દૃાણીલીમડા પોલીસે યુવતીની છેડતીને લઈ વધુ તપાસ શરૂ કરી છે.

Previous articleઅમરેલીમાં ૨૦ વીઘા જમીનનાં માલિકે ભરબજારે એકસાથે સોનાની ૬ ચેઇન લૂંટી
Next articleસુરેન્દ્રનગરના થાનગઢના સરોડી ગામે હત્યાની ઘટનાથી ચકચાર મચી