ગુજરાતના સૌથી મોટા કોર્પોરેશન અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષ નેતા દિનેશ શર્માને બદલવાનું ઘમાસાણ બંધ થવાનું નામ લેતું નથી. વિપક્ષ નેતા દિનેશ શર્માને બદલવા પર બે ધારાસભ્ય હજુ પણ મક્કમ જોવા મળ્યા છે. જેના વિરોધમાં અને દિનેશ શર્માના સમર્થનમાં બે ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ શહેર પ્રમુખ, પૂર્વ વિપક્ષ નેતાએ ખાનગી હોટલમાં બંધ બારણે બેઠક કરી હતી. નારાજ નેતાઓએ દિનેશ શર્માના સમર્થનમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ અને પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવને પત્ર લખી આઠ મુદ્દાઓ રજૂ કર્યા છે. સૂત્રો તરફથી મળેલી માહિતી અનુસાર ગુજરાતના સંગઠન પ્રભારી રાજીવ સાતવને અમદાવાદ વિરોધ પક્ષના નેતા બદલવાની બાબતને પત્ર લખવામાં આવ્યો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે વિરોધ પક્ષના નેતા બદલવાની વાત થશે તો કોંગ્રેસ પાર્ટીને નુકસાન થઈ શકે છે એવી રજુઆત આ પત્રમાં કરાઇ છે. પત્ર લખીને ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી રાજીવ સાતવ પાસે મળવા માટે સમય માંગ્યો છે. કોઈના પણ નામ લીધા વિના રાજીવ સાતવને પત્રમાં લખવામાં આવ્યું છે કે જો દિનેશ શર્માને વિરોધ પક્ષના નેતા તરીકે હટાવવામાં આવશે તો પાર્ટીમાં પણ ખોટો મેસેજ જશે. અમદાવાદએ ગુજરાતના રાજકારણ માટે એક એપિસેન્ટર છે.
પાર્ટીના આ નેતાઓ પાર્ટીની સાખ માટે એક મોટુ સંમેલન પણ બોલાવવા માટેની તૈયારીમાં છે. અમદાવાદ શહેર કોંગ્રેસના ચાર ધારાસભ્યના બે ભાગ પડ્યા છે. દિનેશ શર્માના સમર્થનમાં ગ્યાસુદ્દીન શેખ, ઇમરાન ખેડાવાલા આવ્યા છે. તો હિમંતસિહ પટેલ અને શૈલેષ પરમાર દિનેશ શર્માને પદ પરથી દૃુર કરવા મક્કમ જોવા મળી રહૃાા છે. કોંગ્રેસ પ્રદેશ કક્ષાએ નેતાઓ આ મુદ્દે અંદૃર ખાને સમજુતી થાય તેવા પ્રયાસ કરી રહૃાા છે ત્યારે જોવાનું રહેશે કે વિપક્ષ નેતા બદલવાની મુહિમમાં સફળ થાય છે કે નહી.