ઉધનામાં ટેક્સટાઇલના કંપનીની ઓફિસમાં ૭.૨૨ લાખની ચોરી

41
SaurashtraKranti logo favicon
SaurashtraKranti logo favicon

ઉધના મગદલ્લા પ્લોટ નંબર-૨૬ થી ૨૯ શિવશંભુ ઇન્ડ.એસ્ટેટ,ચોસઠ જોગણી માતા મંદીર રોડ સુરત ખાતે આવેલ સેલ ઓફીસ જેમાં કુર્તી ઓફીસની બહાર આવેલ ગ્રીલ કોઇ સાધન વડે તોડી સેલ ઓફીસમાં પ્રવેશ કરી એકાઉન્ટ ઓફીસમાં આવેલ ટેબલ ડ્રોઅર તોડી હિસાબના રાખેલ ૬.૯૪ લાખ તથા સાડી ૨૮ હજાર અને સીસીટીવી કેમેરાના નૂકસાન કરી નાસી ગયા હતાં. હાલ ખટોદરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉધના-મગદલ્લા રોડ સ્થિત ચોસઠ જોગણી માતાના મંદિર નજીક આવેલા શીવશંભુ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પ્લોટ નં. ૨૬થી ૨૯ માં આવેલા અરૂણા ટેક્સટાઇલની સેલ ઓફિસમાં ચોર ત્રાટક્યો હતો. રાત્રે ૨.૨૫ વાગ્યે વ્હાઇટ કાપડ ઓઢી ધુંટણીયે ચાલીને આવેલા ચોરે ઓફિસના કુર્તી ડિપાર્ટમેન્ટની ગ્રીલ કોઇક સાધન વડે કાપી અંદર પ્રવેશી સીસીટીવી કેબલ કાપી નાંખી ૯ કેમેરાની તોડફોડ કરી ચોરીનો કસબ અજમાવ્યો હતો.

Previous articleદ્વારકામાં દિકરીના લગ્નના એક મહિના પહેલા ખેડૂતે આત્મહત્યા કરી લેતા ચકચાર
Next articleગાંધીનગર ખાતે ૩૮ લાખના બનેલા અત્યાધુનિક રોબોટનું ના.મુખ્યમંત્રી લોકાર્પણ કર્યું