ઉધનાની આંગડીયા પેઢીના કર્મીને લુંટવાના ઈરાદે આવેલી ટોળકી હથિયાર સાથે ઝડપાયા

44

સુરત શહેરના ઉધના સીલીકોન શોપર્સમાં આવેલી મહેન્દ્રભાઈ સોમાભાઈ કંપની નામની આંગડીયા પેઢીના કર્મચારીને પેઢીમાંથી રોકડ રકમ લઈને નીકળતી વખતે લૂંટી લેવાના ઈદારે પિસ્તોલ, ચપ્પુ સહિતના ઘાતક હથિયારો સાથે રાંદેરના ઝઘડીયા ચોકડી પાસેથી ભેગી થયેલી ટોળકીને ક્રાઈમ બ્રાન્ચે લૂંટ કરે તે પહેલા જ દબોચી લઈ તેમનો લૂંટનો પ્લાન નિષ્ફળ બનાવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે ટોળકી પાસેથી એક લોડેડ પિસ્તોલ, બે લોડેડ તમંચા, છ કારતુસ, ચપ્પુ, મરચાની ભુકી, દોરી અને બે બાઈક મળી કુલ રૂપિયા ૨.૦૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા મુજબ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે વખતે બાતમીના આધારે લૂંટ કરવાના ઈરાદે ધાતક હથિયારો સાથે ભેગા થયેલા અજીત ન્હારસીંહ ચોહાણ (ઉ.વ.૨૬), રોનીત ઉર્ફે મોહીત ઉર્ફે વિશાલ તુલશી ચૌહાણ (ઉ.વ.૩૧), રિતેશ ઉર્ફે ટાયગર રામવિનોદ પરમાર (ઉ.વ.૨૩), ઉદયવીરસિંહ ઉર્ફે પપ્પુ રાજબહાદુરસિંહ તોમર (ઉ.વ.૪૬) અને રવિ પ્રતાપિંસહ તોમર (ઉ.વ.૨૭)ને ઝડપી પાડ્યા હતા.

ક્રાઈમ બ્રાન્ચે ટોળકી પાસેથી એક લોડેડ પિસ્તોલ, બે લોડેડ તમંચા, છ કારતુસ, ચપ્પુ, હથોડી, બે મરચાની ભુકીના પડીકા નાયલોનની દોરી, સાત મોબાઈલ અને બે બાઈક મળી કુલ રૂપિયા ૨૦૨૭૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાથમિક પુછપરછમાં ટોળકીએ ઉધના સીલીકોન શોપર્સમાં આવેલ મહેન્દ્રભાઈ સોમાભાઈ નામની આંગડીયા પેઢીના કર્મચારીને પેઢીમાંથી રોકડ રકમ લઈને નીકળતી વખતે લૂંટી લેવાના ઈરાદે ભેગા થયા હોવાની કબૂલાત કરી હતી. જોકે, ટોળકી કર્મચારીને લૂંટે તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચે તેમને ઝડપી પાડી લૂંટના પ્લાનને નિષ્ફળ બનાવ્યો હતો.

Previous articleબુધવારી બજારમાં પાથરણા પાથરી ધંધો કરતી મહિલાઓ પર મહિલા પીએસઆઈનો લાઠીચાર્જ
Next article૧૫ જાન્યુઆરી પછી લગ્નમાં ૨૦૦ મહેમાનની મંજૂરી મળે તેવી શક્યતા