મહામારી કોરોનાએ લાખો લોકોના જીવ લઇ લીધા, પરંતુ તે જ કોરોનાના કારણે જેનુ દર વર્ષે દહન થાય છે તે રાવણને આ વર્ષે જાણે જીવતદાન આપી દીધું હોય તેવું લાગી રહૃાું છે. ઈતિહાસમાં પહેલી વખત આટલા વર્ષો બાદ પહેલીવાર રાવણ દહન નહીં થાય. કોરોના કારણે રાવણ આ વર્ષે રાવણ જીવતો રહેશે. જાણીને નવાઈ લાગીને, પણ આ સત્ય છે. કોરોના કારણે અમદાવાદમાં જાહેર કાર્યક્રમ બંધ રહેતા એક પણ રાવણનું પૂતળું શહેરમાં બનાવવામાં આવ્યું નથી, જેથી આ વર્ષે જાણે કોરોનાના કારણે રાવણને જીવનદાન મળ્યું છે.
આ વર્ષે રાવણ કોરોનાના કારણે જીવતો રહેશે. આ વાક્ય સાંભળીને પહેલી નજરે તો તમામ લોકોને નવાઈ લાગે પણ ભલભલાને મારનાર કોરોના આ વર્ષે રાવણને જીવાડશે. દશેરા પહેલા અમદાવાદના વાડજ, ભાડજ અને રામોલ વિસ્તારમાં રાવણના પૂતળા બનાવમાં આવતા હોય છે. શહેરના રામોલ વિસ્તારમાં દર વર્ષે યુપીથી ૫૦ જેટલા કારીગરો આવતા હોય છે અને તેમની સાથે સ્થાનિક લોકો પણ પૂતળા બનાવવી રોજગારી મેળવતા હોય છે.
અને રાવણની સાથે તેમના ભાઈઓ કુંભકર્ણ અને મેઘનાથના પણ પૂતળા બનાવતા હોય છે. રામોલમાં છેલ્લા ૩૫ વર્ષથી દશેરા પહેલા ૧૦ ફૂટથી લઈને ૬૦ ફૂટ સુધીના પૂતળા બનાવતા હોય છે. પણ આ વર્ષે કોરોનાના કારણે યુપીથી આવતા કારીગરો ઓર્ડર ના મળતા અમદાવાદ આવ્યા નથી, અને જાહેર કાર્યક્રમ બંધ હોવાથી કોઈ રાવણ બનાવડાવી રહૃાા નથી. આમ લોકોને મારનાર કોરોનાએ રાવણ ને આ વર્ષે જીવતો જ રાખશે.