ઇ ગ્રેડને ના(લાયક) સૌ.યુનિવર્સિટી UGCમાં અપીલ કરશે

6

યુનિવર્સિટીનું રેઢીયાળ તંત્રને સુધારવા રીઢા કામચોરી અને ભ્રષ્ટ તત્વોને હાંકી કાઢવા સિવાય છુટકો નથી

યુનિવર્સિટી સત્તકતકાવાળાઓની આબરૂ બચાવવા દોડધામ , સરકારનું ભેદી મૌન

નેક દ્વારા નાક કપાયું, હવે પ્લાસ્ટિક સર્જરીની વ્યર્થ કવાયત

સૌરાષ્ટ્રની વિદ્યાર્થી આલમમાં ભવિષ્ય અંગે સર્જાતી ઘેરી ચિંતા, હવે શું ?:

સૌરાષ્ટ્ર યુનીવર્સીટીનું ઇન્સ્પેકશન કર્યા બાદ શિક્ષણની કામગીરીમાં ગુણવત્તાનો અભાવ જોઇને નેક દ્વારા યુનીવર્સીટીને એ ગ્રેડના તખ્ત પરથી ઉતારી મુકીને બી ગ્રેડની કાલીમા મોઢા પર ચોપડી દેવામાં આવી છે. જેના પગલે સમગ્ર ગુજરાતમાં વિશ્યારથી આલમમાં જબરો રોષ અને આક્રોશ પ્રસરી વળતા છે જેના કારણે યુનીવર્સીટીના મલાઈદાર હોદ્દાના ચાહકો અને આશીકો સહિતના સ્થાપિત હિતોએ બનાવતી દંભી દોડધામ ગ્રેડ સુધારવા માટે શરુ કરી દીધી છે. હવે રહીરહીને પદાધિકારીઓને ભાન થયું છે અને નાક કપાઈ ગયા પછી પ્લાસ્ટિક સર્જરીની દોડધામ શરુ કરી દેવા આવી છે.

જાણકાર સુત્રો અને યુનીવર્સીટીના ખુખલા વહીવટને નજદીકથી જાણનારા સુત્રો તો યુનીવર્સીટી દ્વારા શરુ કરાયેલી અપીલને દંભી તથા વ્યર્થ વ્યાયામ સમાન ગણાવી રહ્યા છે. આ પ્રક્રિયા કરીને યુનીવર્સીટીના સાવ નિષ્ફળ સાબિત થયેલ વર્તમાન કુલપતિ સહિતના હોદ્દેદારો અને ભવનના વડાઓએ નેકની ટીમ આવી ત્યારે સક્ષમ લોકોને રજૂઆત માટે મોકલવાને બદલે વ્હાલાગીરીની નીતિ અપનાવી હતી. જેના કારણે યુનીવર્સીટીએ એ ગ્રેડ ગુમાવી દીધો અને બી ગ્રેડ ની બદનામી સહન કરવી પડી છે.

એવું જાણવા મળ્યું છે કે, નેક દ્વારા અપાયેલા બી ગ્રેડ સામે અપીલ કરવાની મથાવણ શરુ થઇ જવા પામી છે. ઞૠઈમાં અપીલ કરીને નેકના નિર્ણયને બદલવા માટે ધા નાખવામાં આવનાર છે પરંતુ જાણકારો કહે છે કે આ પ્રક્રિયામાં વર્તમાન કુલપતિ અને પદાધિકારીઓને ધારયા મુજબ સફળતા મળવાની શક્યતા દેખાતી નથી. કેમ કે અત્યારસુધીનો આવો અનુભવ રહ્યો છે કે નેક ખુદ એક સક્ષમ અને ટોચની ઇન્સ્પેકશન સંસ્થા છે તેના અહેવાલનું મહત્વ જરાય ઓછું આંકી શકાતું નથી. નિરીક્ષણ કરવા માટે આવનારા ઉચ્ચ શિક્ષિત સભ્યો હોય છે કોઈ રેંજી પેંજી લોકો હોતા નથી. એટલે નેકના અહેવાલ ને ઞૠઈ નકારી કાઢશે કે બદલી નાખશે એવું માની લેવું ભૂલ ભરેલું છે. સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના પદાધિકારીઓ લોકોના મનમાં અને ખાસ કરીને વિદ્યાર્થીઓેને એવું કહેવાની કોશીશ કરી રહ્યા છે કે નેક દ્વારા કઇક ભૂલ થઇ છે અને અમે એ ભૂલ સુધારવા માટે ઞૠઈ માં અપીલ કરી રહ્યા છીએ પરંતુ કપાઈ ગયેલું નાક આટલી આશાનીથી જોડી શકાય એવું લાગતું નથી. કેમ કે શિક્ષણનું સ્તર જ્યાં સુધી ધારણાધોરણો મુજબ ઉચ્ચ કક્ષાએ લઇ જવાય ત્યાં સુધી ગ્રેડ પરિવર્તન થાય એવી કોઈ શક્યતા દેખાતી નથી ત્યારે તો જે ચિત્ર ઉભરીને સામે આવી રહ્યું છે તે એક જ દિશા તરફ નિર્દેશ કરે છે કે અત્યારે તો લાખો વિદ્યાર્થી ભાઈઓ-બહેનોનું ભવિષ્ય અંધકારમય બની જવા પામ્યું છે. યુનીવર્સીટીની ધુરા સંભાળનારા લોકો ખુદ એમણે ફેલાવેલા કાદવના કળણમાં વધુને ઊંડે ને ઊંડે ખૂંપના જાય છે. જો આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું હોય તો અપીલોના નાટક બંધ કરવા જોઈએ અને શિક્ષણની સુધારણા પર તથા તમામ પ્રકારના ભ્રષ્ટાચારની નાબુદી પર આવનારા વર્ષમાં ધ્યાન આપવું જોઈએ. તગડા પગારો લેનારા પ્રોફેસરોને વાતાનુંકુલિત ચેમ્બરોમાંથી ભાર લાવી ને વિદ્યાર્થીઓ પાસે બેસી વર્ગખંડોમાં જઈ પૂરો સમય કામ કરવાની ટેવ પાડવી જોઈએ. દરેક ભવનમાં ઉચ્ચ લાયકાત ધરાવતા ડીન હોવા જોઈએ. દરેક ભવનમાં શિક્ષણ પુરો સમય અપાઈ રહ્યું છે કે કેમ, ગુણવત્તા સાથે તાલીમ અપાઈ છે કે કેમ અને પ્રોફેસરોની ગુટલી બાજી ચાલુ છે કે કેમ તેની અચાનક વખતો વ્હત તપાસ થવી જોઈએ. જે ચેમ્બરો જંગી ખર્ચે બનાવામાં આવે છે તેમાં અને એન્ટી ચેમ્બરોમાં બેસવાનો પગાર અપાતો નથી એવો કડક સંદેશો લાગતા વળગતાને મળી જવો જોઈએ.

ઉચ્ચકક્ષાના અધ્યય માટે આવતા વિદ્યાર્થી ભાઈઓ-બહેનો અને ખાસ કરીને શોધ મહા નિબંધ તૈયાર કરતા વિદ્યાર્થીગણને તમામ સવલતો અને પુરતું માર્ગદર્શન પૂરી સુરક્ષા સાથે મળી રહે તેના સજ્જડ પગલા લેવાની પણ જરૂરીયાત અનુભવાઈ રહી છે. કોઈનું જાતીય કે માનસિક શોષણ ન થાય એ માટેની મોરલ કમિટી અત્યારે તો દાંત વગરના વાઘ જેવી છે. તેને વધુ સત્તા આપી વધારે શક્તિશાળી બનાવાવની જરૂર છે. અત્યારે પરિસ્થિતિ એવી થઇ ગઈ છે કે વિદ્યાર્થીઓ ચિંતિત થઇ ન અવાજ ઉઠાવી રહ્યા છે પણ પદાધિકારીઓ માત્ર અપીલણ વ્યર્થ વ્યાયમમાં પડ્યા છે સાફ સૂફીના નકકર પગલા લેવાના કોઈ અણસાર આપી રહ્યા નથી.

ણકારો કહે છે તેમ અપીલની આખી પ્રક્રિયા વિદ્યાર્થી આલમને આંખે પાટા બાંધવા જેવી છે. તેનાથી કોઈ હેતુ પાર પડે તેમ નથી. આ સમગ્ર પ્રકરણમાં સૌથી આશ્ચરજનક અને આધાતજનક અભિગમ સરકારનો રહ્યો છે. શિક્ષણ વિભાગે કોઈ દોષિતના કાન આમળવાની તૈયારી કરી નથી. સરકારનું મૌન ભેદી અને રહસ્યમય બની રહ્યું છે. કોઇપણ પ્રકારના પગલા લેવાયા નથી. જેના કારણે વિદ્યાર્થીઓનો રોષ ચરમસીમાએ પહોચી ગયો છે.

યુનીવર્સીટીની હાલત ખરેખર સુધાવરી હોય તો કોઈ પણ પ્રકારના કાગળી કરવા ને બદલે ઘરની સાફસુફી કરવામ આવે એ જ ઇચ્છનીય રેહેશે. ગુરુઓ ખરા અર્થમાં ગુરુ બનીને દેખાડે એવી અપેક્ષા વિદ્યાર્થી રાખતા હોય તો એ વધુ પડતી નથી. માત્ર શિસ્ત કોરડો વિંજવાથી કામ સફળ થતું નથી એ માટે દરેક ગુરુને જાતે આત્મ નિરીક્ષણ કરી પોતાના વ્યવસાય ભણી વફાદારી અને ઈમાનડરીના સંકેત આપવા પડે તો જ યુનીવર્સીટી ખરા અર્થમાં શિક્ષણનું ઉપયોગી ધામ બની શકશે અને સરસ્વતી ધામ કહેવાનું ગમશે. જો આવું ન બને તો વાલીઓ અને શિક્ષકો માટે મોટી કમનસીબી ગણાશે.