ઇન્જેક્શનની કાળા બજારી કરનાર બે ડોક્ટરને જેલની જગ્યાએ કોર્ટએ આપી એવી સજા કે…

186
ઇન્જેક્શનની કાળા બજારી કરનાર બે ડોક્ટર
ઇન્જેક્શનની કાળા બજારી કરનાર બે ડોક્ટર

જેલમાં મોકલવાની જગ્યાએ પંદર દિવસ સુધી કોવિડ હોસ્પિટલમાં સેવા કરવાની સજા ફટકારતી કોર્ટ

તેમની કામગીરીનો રિપોર્ટ કોર્ટને સોંપાશે: લાલગેટના ભાગળમાં ઇન્જેક્શન વેચતા હતા

સુરત કોર્ટે રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાં બજાર કરનાર ડોક્ટરો સામે દાખલારૂપ કાર્યવાહી કરી છે. ડો. હિતેશ ડાભી અને ડો. સાહિલ ગોઘારીને પંદર દિવસ સુધી સુરત હોસ્પિટલમાં સેવા કરવા આદેશ કર્યો છે.

કોરોના સંક્રમણ દરમિયાન જીવનરક્ષક રેમડેસિવિર ઇન્જેક્શન પ્રકરણમાં ઝડપાયેલા ડો. હિતેશ ડાભી અને ડો. સાહિલ ગોઘારીની જામીન અરજી કોર્ટે રદ કરી હતી. નામદાર કોર્ટે ડોક્ટરોને જેલમાં મોકલવાને બદલે સુરત હોસ્પિટલમાં ફરજ બજાવવા માટે હુકમ કર્યો છે. અત્યારે હાલ કોરોના સંક્રમણને કારણે મેડિકલ સ્ટાફની પણ અછત છે, ત્યારે આ ડોક્ટરોને સજાના ભાગરૂપે 15 દિવસ સુધી કોવિડ-19 હોસ્પિટલમાં ફરજ બજાવવાનો હુકમ કર્યો છે.

Subscribe Saurashtra Kranti here

નવી સિવિલ હોસ્પિટલના સીએમને કોર્ટે જાણ કરી છે કે આ બંને ડોક્ટરોને તમને યોગ્ય લાગે તે કામગીરી સોંપી શકાશે તેમજ 15 દિવસ સુધી તેમની હાજરી નોંધવાની રહેશે. તેમને 15 દિવસ દરમિયાન કરેલી કામગીરી અંગે રિપોર્ટ તૈયાર કરીને કોર્ટમાં સોંપવાનો રહેશે. છઝઊ કોર્ટ દ્વારા બન્ને આરોપી ડોક્ટરોને રૂપિયા 15000 બોન્ડ જમા કરાવવા માટે આદેશ કર્યો છે, સાથે સાથે કેટલીક મહત્ત્વની શરતો પણ કરવામાં આવી છે. 15 દિવસ દરમિયાન તેઓ ગુજરાતની બહાર નહીં જઈ શકે. તેમણે જે સરનામું એફિડેવિટમાં રજૂ કર્યો છે તેમણે ત્યાં જ રહેવાનું છે. પોતાનું સરનામું બદલવાનું નથી અને જે રજિસ્ટર નંબર છે એ જ નંબરનો ઉપયોગ કરવાનો રહેશે.

Read About Weather here

પીસીબી દ્વારા સુરતના લાલગેટ ભાગળ ચાર રસ્તા પાસે કેટલાક ઇસમો રેમડેસિવિર ઇન્જેક્શનનાં કાળાં બજાર કરતા હોવાની માહિતી મળી હતી, જેના આધારે વોચ ગોઠવીને ચાર ઇસમોને ઝડપી પાડયા હતા તેમજ એક ઈસમ ફરાર હતો. તેમની પાસેથી ત્રણ રેમડેસિવિર ઇન્જેક્શન મળી આવ્યાં હતાં. એક એક ઇન્જેક્શન 13થી 14 હજારમાં વેચતા હતા.

લોકોના જીવ જોખમમાં મુકાય છે એવા સમયે ઇન્જેક્શનોનાં કાળાં બજાર કરનારાઓ સામે પોલીસ તંત્રએ લાલ આંખ કરી છે. ઝડપાયેલા આરોપી સામે નામદાર કોર્ટે પણ ઉદાહરણરૂપ સજા ફટકારતાં સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here