ગુજરાતમાં સોયાબીનનું રેકોર્ડ વાવેતર: 2017 ની સરખામણીમાં બમણુ વાવેતર
હાઈપ્રોટીન ધરાવતા સોયાબીન હવે ધીમે ધીમે ગુજરાતના ખેડૂતોમાં લોકપ્રિય થતા જાય છે. સોયા- ફોર્ટીફાઈડ મલ્ટીગ્રેઈન લોટની હેલ્થ કોન્સીયશ લોકોમાં વધતી માંગ અને પોલ્ટ્રી તેમજ ફીશ ફાર્મમાં તેનો ઉપયોગ થતો હોવાના કારણે આ વર્ષે સોયાબીનની વાવણી 2.4 લાખ હેકટરમાં કરાઈ છે.
Visit Saurashtra Kranti Homepage here
ગુજરાત ફલોર મીલ એસોસિએશન દ્વારા જણાવ્યાનુસાર મલ્ટીગ્રેઈન લોટમાં સોયાએ બહુ મહત્વનો ભાગ છે, અને હેલ્થ કોન્સીયશ પરિવારોમાં તેની માંગ વધતી જાય છે. બ્રાન્ડેડ મલ્ટીગ્રેન આટા સિવાય પણ મધ્યમ વર્ગીય પરિવારો હવે તેમની રોટલીના લોટમાં સોયાનો લોટ તેમાં રહેલ પ્રોટીનના કારણે ઉમેરે છે. બેકરીઓમાં હવે મલ્ટીગ્રેઈન પણ મળે છે. ગુજરાત ઓઈલ મીલરો પણ વિભીન્ન તેલોમાં સોયાબીનનો ઉપયોગ કરે છે. પણ સોયાનો સૌથી મોટો ઉપયોગ ખોળ રૂપે પોલ્ટ્રી અને ફીશ ફાર્મ ખોરાક તરીકે થાય છે.
સીંગદાણાનો ખોળ 35 રૂપિયે કિલો, જયારે સોયા ખોળ રૂપિયે કિલો વેચાતો હોવાથી ઓઈલ મીલરોને વધારાની આવક થાય છે. ડાયેટીશ્યનો ખાદ્ય તેલ ફેરવતા રહેવાની સલાહ આપે છે. એટલે સોયા ઓઈલની માંગ વધતી જાય છે. એટલે હવે નાના ઓઈલ મીલરો પણ સ્થાનિક માંગ પુરી કરવા સોયા ઓઈલનું ઉત્પાદન કરે છે.
સરખામણી માટે જો આંકડાઓ જોઈએ તો 2014-15 સુધી સોયાબીનનું વાવેતર સાવ ન ગણ્ય હતું. પણ ઓકટોબર-2 સુધીમાં આ ચીત્ર બદલાઈ ગયું જયારે ગુજરાતના ખેડૂતોએ 1.2 લાખ હેકટર જમીનમાં સોયાબીનનું વાવેતર કર્યું હતું.
Read About Weather here
લોકો ધીમે ધીમે ઘઉંના લોટમાં સોયાબીનનો લોટ મીક્ષ કરવા તરફ વળી રહ્યા હોવાથી તેની માંગ ઉત્તરોત્તર વધી આના કારણે આ વર્ષે અત્યાર સુધીમાં 2.4 લાખ હેકટર જમીનમાં તેની વાવણી થઈ છે. જે ઓકટોબર સુધીમાં હજુ પણ વધવાની શકયતા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here