આવતીકાલે વડાપ્રધાન કેવડીયા કોલોની પધારશે

13

ડીફેન્સ કોન્ફરન્સના સમાપન સમારોહને સંબોધન

કેવડીયા કોલોની ટેન્ટ સીટી ખાતે ચાલી રહેલી ત્રણ દિવસની ડીફેન્સ કોન્ફરન્સના અંતિમ દિવસે એટલે કે આવતીકાલ તા.6 માર્ચને શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડીયા કોલોની પધારી રહયા છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે આવી પહોંચ્યા હતા. ડીફેન્સ કોન્ફરન્સમાં સેનાની ત્રણેય પાંખના વડાઓ હાજરી આપી રહયા છે. રક્ષામંત્રી પણ આજે સંબંધોન કરનાર છે. ટેન્ટ સીટીમાં આ કોન્ફરન્સ ચાલી રહી છે.

વડાપ્રધાન મોદી આવતીકાલે આવી પહોંચનાર છે અને સુરક્ષા પરિષદના સમાપન સમારંભમાં સંબોધન કરશે. તેમ જાણવા મળ્યું છે. વડાપ્રધાન એરપોર્ટ પરથી સીધા કેવડીયા કોલોની પહોંચી જશે. જબર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

Previous articleદેશમાં એક‘દિમાં 10 લાખથી વધુ લોકોનું રસીકરણ
Next articleમુંબઇમાં 68 વર્ષથી ચાલતી કરાચી બેકરીને મનસેની ધમકીને પગલે અલીગઢી તાળા!!