આવતા ૧૦ વર્ષમાં ૭૩૬ ડૅમની સંભાળ અને વિકાસને સંસદની મંજૂરી

281

આવતા ૧૦ વર્ષમાં દેશના ૧૯ રાજ્યમાં આવેલા ૭૩૬ ડૅમની સંભાળ અને વિકાસની યોજનાને ગુરુવારે સંસદે મંજૂરી આપી હતી. જળશક્તિ પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે પત્રકારોને જણાવ્યું હતું કે ડૅમના પુનરુદ્ધાર અને વિકાસ માટેની બીજા અને ત્રીજા તબક્કાની યોજના રૂ. ૧૦,૨૧૧ કરોડના ખર્ચે ૧૦ વર્ષમાં પૂરી કરવામાં આવશે. આ યોજનાનો પહેલો તબક્કો ૨૦૧૨માં શરૂ કરાયો હતો અને એ ૨૦૨૦માં પૂરો થયો છે. એ તબક્કા હેઠળ સાત રાજ્યના ૨૨૩ ડૅમને આવરી લેવાયા હતા.

આ યોજના માટેના ખર્ચની ૮૦ ટકા રકમ વિશ્ર્વ બૅક્ધ અને અન્ય સંસ્થાઓ આપશે. આ યોજના હેઠળ પહેલા ક્યાં ડૅમનું કામ શરૂ કરવામાં આવશે એવા સવાલના જવાબમાં એમણે જણાવ્યું હતું કે ડૅમની માલિકી રાજ્યો પાસે છે અને માટે રાજ્યો પોતાની પ્રાથમિકતા પ્રમાણે યાદી બનાવીને અમને મોકલશે.

આ માટે અધિકારીઓને તાલીમ આપવાનો કાર્યક્રમ ચાલી રહૃાો છે. આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યોજનાની ચાર ટકા રકમ હાલના ડૅમમાં જળપર્યટન સહિતની પર્યટનલક્ષી પ્રવૃત્તિઓ માટે વાપરવાના પ્રસ્તાવને મંજૂર કર્યો હતો.
અમેરિકા અને ચીન બાદ વિશ્ર્વના સૌથી મોટા ડૅમ ભારતમાં છે.