આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે ૧૧, ૩૨૩ કરોડની જોગવાઇ

23
Saurashtra Kranti logo
saurashtra kranti logo

ગુજરાત વિધાનસભાના ૨૦૨૧-૨૨ના બજેટમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે ૧૧,૩૨૩ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતમાં કોવિડ મહામારી દરમિયાન અભૂતપૂર્વ કામગીરી કરવામાં આવી હતી. રાજ્યમાં ૯૨૩૧ પેટા આરોગ્ય કેન્દ્ર, ૧૪૭૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૩૨૧ શહેરી આરોગ્ય કેન્દ્ર અને ૩૪૮ સામુદાયિક આરોગ્ય કેન્દ્રો દ્વારા આરોગ્ય સુવિધાઓ પુરી પાડવામાં આવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને રાજ્ય સરકારની મુખ્યમંત્રી મા-વાત્સલ્ય યોજના ગરીબ અને મધ્યમ વર્ગના પરીવારો માટે ખુબ જ આશીર્વાદરૂપ પુરવાર થયેલ છે. આ યોજના દ્વારા લાભાર્થીઓને વાર્ષિક રૂપિયા પાંચ લાખ સુધીની સારવાર વિના મૂલ્યે આપવામાં આવે છે. આ યોજના માટે ૧૧૦૬ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

રાજ્યમાં ઓછા વજન સાથે જન્મતા બાળકોને વિના મુલ્યે સારવાર પુરી પાડતી યોજના બાલસખા-૩ માટે ૧૪૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

નવી સિવિલ હોસ્પિટલ, અમદાવાદની સુવિધાઓને અપગ્રેડ કરવા માટે ૮૭ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત સગર્ભા માતાઓને સહાય માટે ૬૬ કરોડની જોગવાઇ.

ભારત સરકારના સહયોગથી ગોધરા અને મોરબી ખાતે બનાવવામાં આવનાર નવી મેડિકલ કોલેજના બાંધકામ અને હોસ્પિટલોને અપગ્રેડ કરવા માટે ૫૦ કરોડની જોગવાઇ.

ખૂબ જ લોકપ્રિય અને ઉપયોગી બનેલ ૧૦૮ એમ્બ્યુલન્સ સર્વિસમાં હાલ ૬૨૨ એમ્બ્યુલન્સ વાન કાર્યરત છે. નવી ૧૫૦ એમ્બ્યુલન્સ વાન સેવારત કરવા ૩૦ કરોડની જોગવાઇ.

સુરત ખાતે કિડની હોસ્પિટલને અદ્યતન બનાવવા માટે સાધન સામગ્રી અને માનવ સંશાધન ઉપલબદ્ધ કરાવવા માટે ૨૫ કરોડની જોગવાઇ.

રસીકરણની કામગીરી સુચારૂરૂપથી કરવા માટે રાજ્યકક્ષાએ ખાસ રસીકરણ સેલ ઉભો કરવામાં આવશે. વધુમાં ૯ જિલ્લામાં મેડિકલ વેક્સીન સ્ટોરના બાંધકામ માટે ૩ કરોડની જોગવાઇ.

૨૦ સિવિલ હોસ્પિટલો ખાતે આર્યુવેદિક પદ્ધતિથી પંચકર્મ સારવાર પુરી પાડવા ડે-કેર પંચકર્મ સેન્ટર શરૂ કરવામાં આવશે.