આમલી એકાદશીએ ડાકોર મંદિરમાં હાથી પર નહીં નીકળે ઠાકોરજીની સવારી

9
Dakor-Temple-એકાદશી
Dakor-Temple-એકાદશી

Subscribe Saurashtra Kranti here.

એકાદશીએ મંદિરથી ઘોડા પર પાલખી યાત્રા નીકળશે જે લક્ષ્મીજી મંદિરે જશે

ડાકોરમાં ફાગણી સુદ અગિયારસ આમલી એકાદશીના દિવસે બાળ સ્વરૂપ લાલજી મહારાજ હાથી પર સવાર થઈને નગરચર્યા માટે નીકળતા હોય છે. પરંતુ કોરોના મહામારીના કારણે સેવક આગેવાનો અને વારદારી સેવકોએ ચર્ચા-વિચારણા કરીને હાથી પર સવારી ન નીકાળવાનો નિર્ણય લીધો છે. મંદિરથી ઘોડા પર પાલખી યાત્રા નીકળશે જે લક્ષ્મીજી મંદિરે જશે. આ યાત્રામાં અબિલ-ગુલાલ ન ઉડાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય શ્રદ્ધાળુઓને નિયમોનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી છે.

ખેડા જિલ્લામાં પણ કોરોના વાયરસના ઘણા કેસ છે ત્યારે સરકાર દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. ધાર્મિક સ્થળોએ ખૂબ ઓછા લોકો એકઠાં ન થાય તેનું ધ્યાન રાખવાની સૂચના આપવામાં આવી છે. આ બાબતને લઈને સેવક આગેવાન ભાઈઓ તથા વારદારી ભાઈઓ સાથે મીટિંગમાં ચર્ચા કરવામાં આવી હતી.

Read About Weather here

૨૫મી માર્ચે ફાગણ સુદ અગિયારસ આમલી એકાદશી છે. દર વર્ષે આ દિવસે વર્ષોથી ચાલતી આવતી પરંપરા પ્રમાણે લાલજી મહારાજની સવારી હાથી પર બેસીને નીકળે છે. પરંતુ આ વખતે કોરોનોનું સંક્રમણ ન ફેલાય અને ભક્તોની સલામતીને ધ્યાનમાં રાખીને આમ નહીં થાય. પરંતુ તેના બદલે ઘોડા પર પાલખી યાત્રા નીકળશે. યાત્રા લાલ બાગ અને ગૌશાળાએ જાય છે. તે પણ જશે નહીં. માત્ર લક્ષ્મીજી મંદિરથી પરત આવશે. યાત્રામાં અબીલ ગુલાલ કે અન્ય કોઈ કલરનો છંટકાવ કરવામાં આવશે નહીં. મંદિર દ્વારા આવો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. લાલજી મહારાજની સવારી પર માત્ર ગુલાબની પાંખડીઓ વરસાવવામાં આવશે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleજામનગરમાં સસનાટી: તરુણી પર ત્રણ નરાધમોએ દુષ્કર્મ આચર્યું
Next articleએશિયાનું સૌથી મોટું ઊંઝા માર્કેટયાર્ડ 26 માર્ચથી 1 એપ્રિલ સુધી બંધ રહેશે