આબુ લઇ જઇ પત્નિને પોર્ન ફિલ્મની જેમ સેક્સ કરવા મજબુર….

37
રવિવારે રાજકોટ
રવિવારે રાજકોટ

Subscribe Saurashtra Kranti here.

પતિ અને પત્નિ વચ્ચે અણબનાવ રહૃાો હતો

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં માલેતુજાર પરિવારની શરમજનક ઘટના સામે આવી છે. પતિ પોતાની પત્નિને જન્મ દિવસે આબુ ફરવા લઈ ગયો હતો. પરંતુ ત્યાં જઈને સેક્સ મેનિયાક જેવી માનસિકતા ધરાવતા પતિએ પત્નીને પોર્ન વીડિયો બતાવીને તેની સાથે તે રીતે સેક્સ કરવા મજબુર કરી હતી.

આટલેથી નહીં અટકતા પતિ તેની પત્નિને સેક્સ પ્રોડક્ટનો ઉપયોગ કરવા પણ મજબુર કરતો હતો. આ સમગ્ર બાબતથી પરેશાન પત્નીએ પતિ વિરુદ્ધ મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતી નિશા ( નામ બદલ્યું છે) હાઈ પ્રોફાઈલ પરિવારમાં મોટી થઈ હતી. નિશા પોતે ઓનલાઈન બિઝનેસ કરીને પોતાની ઓળખ બિઝનેસ વુમન તરીકે બનાવી હતી. પરિવારે તેના લગ્ન મણિનગર વિસ્તારમાં રહેતા પોતાના સમાજના યુવક સાથે કર્યાં હતાં. લગ્ન બાદ નિશા બેડરૂમમાં પોતાના પતિની રાહ જોતી હતી ત્યારે પતિએ દારૂના નશામાં આવીને નિશા સાથે બબાલ કરી હતી અને વાળ ખેંચીને બહાર કાઢી મૂકી હતી.

Read About Weather here

આ ઘટના બાદ પતિ અને પત્ની વચ્ચે અણબનાવ રહૃાો હતો. આ દરમિયાન નિશાનો જન્મદિવસ આવ્યો એટલે નિશા અને તેનો પતિ રાહુલ (નામ બદલ્યું છે )બન્ને આબુ ગયા હતા.જ્યાં રાહુલ પોતે ખૂબ દારૂ પી ગયો હતો અને નિશાને પણ દારૂ પીવડાવ્યો હતો. જેના બાદ રાહુલ નિશા ને પોર્ન વીડિયો બતાવીને તે પ્રમાણે સેક્સ કરવા માટે મજબૂર કરતો હતો.રાહુલ એટલેથી અટક્યો નહિ અને સેક્સ માટેની પ્રોડક્ટસ પોતની સાથે લાવ્યો હતો તેનો ઉપયોગ કરવા માટે પણ નિશાને મજબૂર કરતો હતો. આ પ્રકારે સતત સેક્સ માટે મજબૂર થતાં નિશાએ આ અંગે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here