આણંદ અને મહેસાણામાં રહેતા પાકિસ્તાન,બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના લોકોને ભારતની નાગરિકતા મળશે!

આણંદ અને મહેસાણામાં રહેતા પાકિસ્તાન,બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના લોકોને ભારતની નાગરિકતા મળશે!
આણંદ અને મહેસાણામાં રહેતા પાકિસ્તાન,બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના લોકોને ભારતની નાગરિકતા મળશે!
કેન્દ્ર સરકાર અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવીને ગુજરાતના બે જિલ્લા- આણંદ અને મહેસાણામાં રહેતા હિન્દુ, શીખ, બુદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને ભારતીય નાગરિકતા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે કેન્દ્ર સરકારે નાગરિકતા કાયદો 1955 હેઠળ નાગરિકતા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ, ગુજરાતના આણંદ અને મહેસાણા જિલ્લામાં રહેતા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને નાગરિકતા અધિનિયમ, 1955ના કલમ 6 અને નાગરિકતા નિયમો, 2009ની જોગવાઈઓ હેઠળ ભારતના નાગરિક તરીકે નોંધણી કરાવવાની મંજૂરી મળશે અથવા નાગરિકતા આપવામાં આવશે.

Read About Weather here

ગુજરાતના બે જિલ્લામાં રહેતા આવા લોકોએ તેમની અરજીઓ ઓનલાઈન સબ્મિટ કરવાની રહેશે, ત્યાર બાદ કલેક્ટર જિલ્લા સ્તરે એનું વેરિફિકેશન કરાશે. નોટિફિકેશન મુજબ કલેક્ટર અરજી સાથે તેમનો રિપોર્ટ કેન્દ્ર સરકારને મોકલશે. નોટિફિકેશન મુજબ સંપૂર્ણ પ્રક્રિયા પછી સંતુષ્ટ થવા પર કલેક્ટર ભારતીય નાગરિકતા આપશે અને એના માટે પ્રમાણપત્ર આપશે. કલેક્ટર દ્વારા ઓનલાઈન તેમજ ભૌતિક રજિસ્ટર જાળવવામાં આવશે, જેમાં ભારતના નાગરિક તરીકે નોંધાયેલી વ્યક્તિઓની વિગતો હશે અને એની એક નકલ કેન્દ્ર સરકારને આવા રજિસ્ટ્રેશનના સાત દિવસની અંદર મોકલવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here