આડા સંબંધમાં નડતર મહિલાના પતિની હત્યાનો આરોપી ૧૦ વર્ષે રાજકોટથી ઝડપાયો

58

ગુજરાતીમાં એક કહેવત છે કે ’પાપ છાપરે ચઢીને પોકારે’ વ્યક્તિ ખોટું કરીને ગમે તેટલો નાસતો ફરે પણ એક દિૃવસ તેનો ન્યાય જરૂર થાય છે. આવો જ કિસ્સો સુરત શહેરમાં ઘટ્યો છે. સુરતમાં ૧૦ વર્ષ અગાઉ મહિલાએ આડા સંબંધમાં નડતર પતિની પ્રેમી અને તેના મળતિયાઓ સાથે મળી હત્યા કરાવી નાખી હતી.જોકે, આ કેસમાં મહિલા અને તેનો પ્રેમી ઝડપાઈ ગયો હતો પરંતુ એક આરોપી નાસતો ફરતો હતો. આખરે ૧૦ વર્ષે તે પોલીસના હાથમાં આવી ગયો છે. સુરતમાં રહેતા એક યુવાનની પત્ની તેના સુપરવાઈઝર સાથે પ્રેમ સંબંધ સાથે અનૌતિક સંબંધ બંધ હોવાનો ભાંડો ફૂટી જતા અડચણ રૂપ થતા પતિની પત્ની અને તેના પ્રેમીએ તેના મળતિયા સાથે મળી હત્યા કરાવી નાખી હતી. જોકે, હત્યાના ૧૦ વર્ષ બાદ પ્રેમિકાના સાગરિતની સુરત પોલીસે રાજકોટથી ધરપકડ કરી છે.

સુરતમાં બનેલા કેટલાક એવા ગુના છે કે તેના આરોપી હજુ પણ પોલીસ પકડથી દુર છે ત્યારે આવા આરોપી શોધી તેમને જેલના સળિયા પછ મોકલી આપવા માટે સુરત પોલીસ સતત કાર્યરત છે ત્યારે પોલીસને એક હકીકત મળી હતી કે સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ કોસાડ ગામ નજીક કૃભકો ફાટક નજીક આજથી ૧૦ વર્ષ પહેલા એકે શ્રમજીવી લાકડાના ફાટક મારીને તેની ઘાતકી હત્યા કરવામાં આવી હતી.

જોકે આ હત્યાના દસ વર્ષ બાદ પોલીસને હત્યામાં સંડોવાયેલ રમેશ કટાર રાજકોટ ખાતે એક બિલ્ડિગ ની સાઈડ પર કામ કરતો હોવાની વિગતના આધારે સુરત પોલીસ આરોપી રાજકોટ જઈને ઝડપી પાડી તેને સુરત ખાતે લઇ આવી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરુ કરી છે. જોકે હત્યામાં સંડોવાયેલા અનીય આરોપી વિશે પણ પોલીસે પૂછપરછ શરૂ કરી છે.