આઠ વર્ષની બાળકીના અપહરણ-છેડતી મામલે કોર્ટે આરોપીને ત્રણ વર્ષની કેદ ફટકારી

48

ભાગળ-વાડી ફળીયા ખાંડવાળાની શેરી વ્હાઈટ હાઉસ બિલ્ડીંગમાં જવાની ગેલેરી તથા બહાર રોડ પર વેફર ખાઈ રહેલી એક ૮ વર્ષની બાળકીનું અપહરણ કરી છેડતી કરાઈ હતી. ભંગારની લારી ચલાવતા ઈસમે છેડતી કરી હોવાના બનાવના પગલે ફરિયાદ નોંધાઈ હતી. જેથી આરોપીને પોલીસે ઝડપી લીધા બાદ કેસ કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં કોર્ટે આરોપીને તકસીરવાર ઠેરવીને ત્રણ વર્ષની સજા સંભળાવી હતી.

આ કેસની વિગતો એવી છે કે, ભાગળ-કોટસફીલ રોડ વાડી ફળીયા ખાંડવાળાની શેરી ખાતે ૨૬-૧૦-૨૦૧૮ ના રોજ બપોરના ૩ વાગ્યાના સુમારે આઠ વર્ષની માસુમ પુત્રી વ્હાઈટ હાઉસ બિલ્ડીંગની બહાર વેફર ખાતી હતી. ત્યારે મૂળ પાટણના વતની અને હાલમાં સુરત ખાતે રહેતા ૩૫ વર્ષના ભંગારની લારી ચલાવતા અમૃતભાઈ દેવીપૂજ કે તેનું અપહરણ કરી લીટના દરવાજા પાસે ઉભી રાખી છેડતી કરી હતી.

અઠવા પોલીસ મથકના તે વખતના પીઆઈ એસ.બી. ભરવાડ છેડતીનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. આજે આ કેસની સુનાવણી પુરી થતા અદાલતે આરોપી અમૃત કેશા દેવીપૂજકને ત્રણ વર્ષની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો. એપીપી કિશોર રેવલીયાએ દલીલો કરી હતી.