આટકોટની વિવેકાનંદ વિદ્યાલયમાં ગીતા જયંતિએ કાર્યક્રમો યોજાયા

આટકોટની વિવેકાનંદ વિદ્યાલયમાં ગીતા જયંતિએ કાર્યક્રમો યોજાયા
આટકોટની વિવેકાનંદ વિદ્યાલયમાં ગીતા જયંતિએ કાર્યક્રમો યોજાયા

આટકોટની વિવેકાનંદ શૈક્ષણિક સંકુલનાં આંગણે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ટપાલ ખાતા દ્વારા ક્રાંતિકારીનાં જીવન વિષયક નિબંધ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં નંબર મેળવેલ વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતાં તથા એક થી દસ નંબર આપવામાં આવ્યા હતા. પ્રથમ નંબર ધો 11 ના વિદ્યાર્થીની વાસાણી મિતાલી વી., દ્વિતીય નંબર ટાઢાણી મિસ્વા એસ. તૃતીય નંબર કુવરીયા નેન્સી વી. એ પ્રાપ્ત કર્યો હતો.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read About Weather here

આ ઉપરાંત ગીતા જયંતિ નિમિત્તે વક્તવ્યનો કાર્યક્રમ યોજાયો હતો. તેમાં જીવનગ્રંથ ગીતા વિશે ધો.2 નાં શિક્ષિકા રુષિકા મેડમે વક્તવ્ય આપ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા શાળાનાં મેને.ડિરેક્ટર સંજયભાઈ તથા સંચાલક બિપિનભાઈ શેખલીયા સહિત સમગ્ર સ્ટાફે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમજ ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યાં હતાં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here