આટકોટના ગોંડલ હાઈ-વે પર ખારચીયા પાસે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત

28

ટ્રકે બાઇકચાલકને 300 મીટર સુધી ઢસડ્યો, ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત

હજુ ગઈકાલે રાજકોટમાં એકસાથે બે અકસ્માતના બનાવો બન્યા હતા. જેમાં ઘટનાસ્થળે જ બે વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. ત્યારે આજે ફરી આટકોટના ગોંડલ હાઇવે પાસે યમદૂત બનીને આવેલા ટ્રકે સામેથી આવતા બાઇક ચાલકને હડફેટે લેતા બાઈક સહિત ચાલકને 300 મીટર સુધી ઢસડ્યો હતો અને બાઈક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. પ્રાપ્ત વિગત અનુસાર ગોંડલ હાઇવે પાસે આવેલા ખારચીયા નજીક ગોંડલથી ટ્રક આવતો હતો. આટકોટ તરફ જતો ટ્રક ડ્રાઈવર સંપૂર્ણ પણે બેફામ બનીને ટ્રક હંકારતો હતો. એ સમયે સામેથી બાઈક આવતા ટ્રક અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત હતું અને ટ્રક ખાડામાં પલ્ટી મારી ગયો હતો. જ્યારે બાઈકનો પણ ભુક્કા બોલી ગયો હતો. આ અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા આ અકસ્માત થતાં આટકોટનાં કે.પી.મેતા, સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ઘટના સ્થળે લોકોએ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે મૃતક બાઈક ચાલક દડવા ગામનો વતની હતો અને તેનું નામ દેવેન્દ્ર વિરાભાઈ રાઠોડ છે. લાશને પોસ્ટમોટમ માટે જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.