કોરોના લોકડાઉન બાદૃ ટ્રેનો પણ સંક્રમણ ન વધે તે માટે બંધ કરી દૃેવામાં આવી હતી. ત્યારે હવે ફરીથી જનજીવન પાટે ચડ્યું હોય તેમ ટ્રેનો પણ પૂર્વવત કરવામાં આવી રહી છે. જેમાં હાલ અઠવાડિયામાં ત્રણ દિૃવસ ચાલતી અમદૃાવાદ-હાવડા સ્પેશિયલ ટ્રેનને રોજ દૃોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વેસ્ટર્ન રેલવે દ્વારા આ ટ્રેનના સમયમાં ફેરફાર કરીને આવતીકાલથી રોજ દૃોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ટ્રેન (૦૨૮૩૩) તા.૧૦ ઓક્ટોબરથી અમદૃાવાદૃથી અને હાવડાથી તા. ૭મી ઓક્ટોબરથી દૃરરોજ દૃોડશે. આ ફેરફારો ઉપરાંત, વેસ્ટર્ન રેલ્વેએ પણ આ તારીખથી ટાટાનગર અને ચક્રધરપુર સ્ટેશનો પર આ ટ્રેનના સ્ટોપેજને ફરીથી શરૂ કરવાનું નક્કી કર્યું છે હોવાનું યાદૃીમાં જણાવ્યું છે.
પશ્ર્ચિમ રેલ્વેએ દ્વારા ટ્રેનના રનીંગ સમયમાં ફેરફાર કર્યો છે. અમદૃાવાદ-ખુરદૃા રોડ અમદૃાવાદૃ અને બલ્હારશાહ સ્ટેશનો વચ્ચેની વિશેષ ટ્રેન (૦૮૪૦૮) હવે અમદૃાવાદથી ૦૦.૧૫ ને બદૃલે ૦૦.૩૦ વાગ્યે ઉપડશે. તેવી જ રીતે, તે હવે વડોદૃરા ૦૨.૧૫ ને બદલે ૦૨.૩૫ વાગ્યે પહોંચશે અને ૦૨.૪૦ વાગ્યે ઉપડશે. ભરૂચથી ૩:૨૫ વાગ્યે પહોંચશે અને રાત્રે ૩:૩૦ વાગ્યે ઉપડશે, ૦૪:૩૦ વાગ્યે સુરત પહોંચશે અને ૪:૩૫ વાગ્યે ઉપડશે. તે જ રીતે, તે ૦૭.૫૦ વાગ્યે નંદૃુરબાર પહોંચશે અને ૦૮.૦૦ વાગ્યે ઉપડશે તેમ જણાવવામાં આવી રહૃાું છે.