ઉકળાટ થતાં ગરમીનો અનુભવ
Subscribe Saurashtra Kranti here.
ગુજરાતમાં હવે ધીમે ધીમે ઉનાળો જામી રહૃાો છે. મોડી રાતથી વહેલી સવાર સુધી થોડી ઠંડકનો અનુભવ થાય છે. તો ઉકળાટ થતાં ગરમીનો અનુભવ થાય છે. આ વખતે ઉનાળો દેશભરમાં વધુ આકરો રહેવાનો છે તેવી આગાહી છે પણ હજુ ફાગણ માસની શરૂઆત થતાં ગરમીએ જોર પકડ્યું છે.
રાજ્યમાં દસ સ્થળોએ મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રી કે તેથી વધુ નોંધાયું છે. સૌથી વધુ ૩૭ ડિગ્રી સેલ્સીયસ મહત્તમ તાપમાન ભુજ, રાજકોટ, કેશોદ, અમદાવાદ, અને વડોદરામાં નોંધાયું હતું.
આ ઉપરાંત, સુરેન્દ્રનગર, ડીસા), ગાંધીનગર, વલ્લભવિદ્યાનગરમાં ૩૬ ડિગ્રી સેલ્સીયસ, સુરતમાં ૩૫ ડિગ્રી સેલ્સીયસ, નલીયા, ભાવનગર, મહુવા, અને વલસાડમાં ૩૪ ડિગ્રી સેલ્સીયસ, તથા કંડલા પોર્ટે ખાતે ૩૨ ડિગ્રી સેલ્સીયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું.
આજ સમયગાળામાં લઘુત્તમ તાપમાન ઘણી જગ્યાએ સામાન્ય અને સામાન્ય કરતા સહેજ ઓછુ નોંધાયું છે. સૌથી ઓછુ ૧૩ ડિગ્રી સેલ્સીયસ લઘુત્તમ તાપમાન વલસાડમાં નોંધાયું જે સામાન્ય કરતા ૫ ડિગ્રી ઓછુ છે.
વાતાવરણમાં પલટા અને માવઠાની આગાહી કરી છે. તો સાથે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે, આ ઉનાળામાં સામાન્ય કરતા તાપમાન ઊંચું રહશે. જોકે, માર્ચ મહિનામાં પહેલા સપ્તાહમાં તાપમાન ૩૮ ડિગ્રી તાપમાન નોંધાયુ છે અને આગામી દિવસમોમાં પણ ગરમિનું પ્રમાણ વધશે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં ૧૩ માર્ચથી ગરમી ૪૦ ડિગ્રીને પાર થવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યારે ૧૦ શહેરનો પારો ૩૫ ડિગ્રીને પાર પહોંચી ગયો છે.
Read About Weather here
ઉલ્લેખનીય છે કે માર્ચની શરૂઆતની સાથે જ અમદાવાદ સહિતના શહેરમાં ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે.
Read e-paper here
Subscribe Saurashtra Kranti here
Do Follow Facebook here
Read politics News here
Read About Weather here