આઈશાની જેમ સુરતમાં પણ પરિણીતાને તેના પતિ તરછોડી, તેને મરી જવાનું કહૃાું

7

પતિએ કહૃાું- તું મરી જા, પત્નીએ કહૃાું- મારે નથી બનવું બીજી આઇશા; મારે જીવવું છે, ન્યાય જોઈએ છે

તાજેતરમાં અમદાવાદની આઇશાએ પતિના ત્રાસને લઈને આપઘાત કરી લીધો હતો. આ મામલો હજુતો શાંત નથી થયો ત્યારે અમદાવાદની આઈશાની જેમ સુરતમાં શબાના નામની પરિણીતાને તેનો પતિ તરછોડીને બીજા લગ્ન કરી લઇને આ પરણીતાને મરી જવાનું કહે છે. ત્યારે ન્યાય માટે આ પરિણીતા પોલીસમાં અરજી કરી છે. પરિણીતાએ જણાવ્યું હતું કે, મારે બીજી આઇશા બનવું નથી; મારે જીવવું છે અને પતિ સાથે રહેવું છે, ન્યાય જોઈએ છે. લાલગેટ વિસ્તારમાં રહેતી પરિણીતાના પતિએ પત્નીની માસી સાથે લગ્ન કરીને ઘરે લઈ આવ્યો અને પત્નીને મરી જવા કહૃાું હતું. ત્યારે પરિણીતાએ કહૃાું કે, મારે આઇશા નથી બનવું, મારે તો પતિ સાથે જ રહેવું છે, ન્યાય જોઈએ છે.

મૂળ પશ્ર્ચિમ બંગાળની શબનમ મલ્લીક હાલમાં નાગોરીવાડમાં રહે છે. સાડા છ વર્ષ પહેલા તેના લગ્ન નાસીમ મલ્લીક સાથે થયા હતા. ૪ વર્ષની એક દીકરી છે. ત્રણ દિવસ પહેલા ખબર પડી કે નાસીમે માસી સાસુ સાથે લગ્ન કરીને તેને ઘરે લઈ આવ્યો છે. વિરોધ કરતા શબનમને નાસીમે કહૃાું કે તુ મને નથી જોઈતી. તુ મરી જા, તુ અભિતક જીંદા કેસે હે.તુને તો મર જાના ચાહિએ.તુને અભી તક સુસાઇડ નહીં કિયા.નાસીમના અન્ય સંબંધીઓ પણ હેરાન કરે છે. શબનમ લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગઈ ત્યારે તેની પાસેથી પોલીસે અરજી લીધી છે. આ બાબતે શબનમે જણાવ્યું હતું કે મારે સુસાઈડ નથી કરવું, મારે આઇશા નથી બનવું.મારે જીવવું છે. મારે પોતાના માટે અને મારી દીકરી માટે જીવવું છે.

મારે ન્યાય જોઈએ છે. માસી પણ જતી નથી. મારો મારા પતિ સાથે સામાન્ય ઝઘડો થયો હતો. તેને મને મારા માતા-પિતાના ઘરે મોકલી દીધી હતી. લાલગેટ પીઆઈ યુ.એ.ડાભીએ જણાવ્યું હતું કે, શબનમના પતિએ માસી સાસુ સાથે લગ્ન કરી લીધા છે. શબનમે ફરિયાદ નથી આપી પરંતુ માત્ર અરજી કરી છે. અમે નાસીમ વિરુદ્ધ પગલાં લીધા છે. નાસીમે પોલીસને જણાવ્યું હતું કે, અમારામાં તો ચાર લગ્ન કરી શકાય છે. મે બીજા લગ્ન કર્યા અને હું બંનેને રાખવા તૈયાર તો કોને શા માટે વાંધો હોવો જોઈએ.