આઈશાના આપઘાતને લઈ ક્રિકેટર શામીની પત્નીએ આપી પ્રતિક્રિયા

8

આઈશાના આપઘાતને લઈ મોટી મોટી હસ્તીઓના નિવેદન પણ આવવાનું શરુ થઈ ગયું છે. ત્યારે ભારતીય ટીમના બોલર મોહમ્મદ શમીની પત્નીએ આઈશાના મોતને લઈ પોતાના ઈન્ટાગ્રામ અકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેઓએ ઘટનાની નિંદા કરતા જણાવ્યું છે કે, તું આટલી કમજોર કેવી રીતે બની? જ્યારે તારો પરિવાર તારા સપોર્ટમાં હતો. તાજેતરમાં જ અમદાવાદ શહેરની વટવા વિસ્તારમાં રહેતી આઈશા નામની એક યુવતીએ તેના સાસરિયા અને પત્નીના ત્રાસના કારણે રિવરફ્રન્ટ પરથી હસતા ચહેરે મોતને વ્હાલ કર્યું હતું.

આ ઘટાનાને લઈ પોલીસે આઈશાને ઉશકેરનાર તેના પતી આરીફની રાજસ્થાનના પાલી ખાતેથી ધરપકડ કરી હતી. અને હાલ તેના રિમાન્ડ પુરા થતા જ્યુડિશયલ ક્સ્ડીમાં મોકલી આપવામાં આવ્યો છે. ત્યારે આ ઘટનાને લઈ મોટી મોટી હસ્તીઓએ પણ દૃુખ વ્યક્ત કર્યું છે. ભારતીય ટીમના ફાસ્ટર બોલર મોહમદ શમીની પત્નીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આઈશાના ફોટા સાથે એક પોસ્ટ શેર કરી છે. જેમા તે જણાવી રહી છે કે, ‘જયારે તમારો આખો પરિવાર તમારી સાથે હતુ તો તમે કેમ આપઘાત કરી લીધો.

તું આટલી કમજોર કેવી રીતે બની? જ્યારે તારો પરિવાર તારા સપોર્ટમાં હતો. તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સમાચાર શેર કરતી વખતે હસીન જહાંએ તેના કેપ્શનમાં લખ્યું છે કે, તે જીવ આપી દીધો તો લોકો તારા માટે જરૂર દૃુખી થશે. જો તુ જીવિત રહીને હકની લડાઇ લડતી તો લોકો તારા કેરેક્ટર પર આંગળી ઉઠાવતા. તે ખોટું કર્યું પોતાની જીંદગી ખતમ કરીનેપજીંદગીનું નામ ધૈર્ય અને લડાઇ છે. તું કમજોર કેમ થઇ. જ્યારે તારું પરિવાર તારા સપોર્ટમાં હતો. તે કોઇ ખોટા વ્યક્તિ માટે પોતાનો જીવ આપી દીધો. અલ્લાહ તને જન્નત અદા કરો. તુ ખુશ રહે. આમીન..