આંતરરાષ્ટ્રીય બજારમાં આવેલી તેજીના કારણે પેટ્રોલ-ડિઝલના ભાવ વધ્યા: પેટ્રોલિયમ મંત્રી

47

પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પેટ્રોલ અને ડીઝલની વધી રહેલી કિંમત પર કહૃાું કે આંતરરાષ્ટ્રીય બજારમાં આવેલી તેજીના કારણે આવું થયું છે. તેમણે એક વાતચીતમાં કહૃાું કે જ્યારે કોરોના વાયરસ ફેલાયો ત્યારે દૃુનિયામાં ડિમાન્ટ તૂટી ગઈ, સપ્લાય બંધ થઈ ગયો. ૬ મહિના પહેલા ઓપેકએ વચન આપ્યું હતું કે જાન્યુઆરીમાં સપ્લાય વધારીશું.

તેનાથી વિપરિત તેમણે સપ્લાય ઘટાડ્યો છે. ૬-૮ મહિના પહેલા જે પ્રોડક્શન લેવલ હતું તે પણ ઓછું કરી દીધું. આ ડિમાન્ડ (માગ)-સપ્લાય (પુરવઠા)નો મુદ્દો છે. આ કારણે ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થયો છે.

પેટ્રોલિયમ મિનિસ્ટરે કહૃાું કે કાચા તેલના રીફાઈનીંગ ખર્ચા સિવાય વિકાસના કામો માટે પૈસાની અછત હતી. જનકલ્યાણ અને વિકાસ માટે સંસાધન પણ જોઈએ. આ કારણે સેસ લગાવાયો. અમે પ્રોડક્શન કરતા દૃેશોને કહૃાું કે ગ્રાહક (કન્ઝ્યુમર) દેશોના હિત વિશે વિચારો. તેઓ આ મુદ્દે કેટલાંક પગલા ભરશે.

એગ્રિકલ્ચર સેસ પર ધર્મેન્દ્ર પ્રધાને કહૃાું કે પહેલી વખત આવું થયું છે કે સેસ એગ્રિકલ્ચરમાં જાય, શું સિંચાઈ થવી જોઈએ નહીં? એમએસપીમાં વધારો ના થવો જોઈએ? પહેલી વખત ખેડૂતોના હિતમાં પૈસા ખર્ચ થઈ રહૃાા છે. આ માટે સરકારે સ્ટ્રેટેજી તૈયાર કરી છે. ખેડૂતો ફરી આંદોલન કેમ કરી રહૃાા છે તે સવાલ પર પેટ્રોલિયમ મિનિસ્ટરે કહૃાું કે અનાજનો પાક આંધ્ર પ્રદેશ, ઓડિસાથી પણ ખરીદવામાં આવે છે. ઘઉં યુપીથી પણ આવે છે. આ માટે એવું કહેવું ખોટું છે કે માત્ર પંજાબથી ખરીદી રહૃાા છીએ.

જ્યારે વિપક્ષના ચૂંટણી બજેટના આરોપ પર ધર્મેન્દ્ર પ્રધાને કહૃાું કે ૩૫ હજાર કરોડનું વેક્સિન બજેટ શું માત્ર ચૂંટણીવાળા રાજ્યોમાં જશે? ૧૫ હજાર શાળા શું ચૂંટણીવાળા રાજ્યોમાં છે? દરવર્ષે ક્યાંક તો ચૂંટણી આવશે. તો પછી વિપક્ષને કેમ પીડા થાય છે?