અમિત શાહ કાલે જગન્નાથ મંદિરે મંગળા આરતીમાં સહભાગી થશે…

અમિત શાહ કાલે જગન્નાથ મંદિરે મંગળા આરતીમાં સહભાગી થશે...
અમિત શાહ કાલે જગન્નાથ મંદિરે મંગળા આરતીમાં સહભાગી થશે...

કેન્દ્રીય ગૃહ અને સહકારિતામંત્રી અમિત શાહ ગઈકાલે રાત્રે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી પહોંચ્યા હતા. બે દિવસ દરમિયાન અમિતભાઈ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપનાર છે. 102માં આંતરરાષ્ટ્રીય સહકાર દિનની રાષ્ટ્રીય ઉજવણી નિમિતે આજે સવારે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ‘સહકારથી સમૃદ્ધિ’ કાર્યક્રમનું ઉદઘાટન અમીતભાઈએ કર્યુ હતું.

અમિત શાહ કાલે જગન્નાથ મંદિરે મંગળા આરતીમાં સહભાગી થશે… અમિત

આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સહકાર રાજયમંત્રી જગદીશ વિશ્ર્વકર્મા, ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણી, ગુજરાત સ્ટેટ કો.ઓપરેટીવ બેંકના ચેરમેન અજય પટેલ, બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરી સહિત દેશની અગ્રણી સંસ્થાઓના 200 પ્રતિનિધિઓ, રાજયના પાંચ હજાર આગેવાનો હાજર રહ્યા છે.

અમિત શાહ કાલે જગન્નાથ મંદિરે મંગળા આરતીમાં સહભાગી થશે… અમિત

સહકારિતા મંત્રાલય દ્વારા ગુજરાતના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં વન અમ્બ્રેલા કાર્યક્રમના મોડેલ પ્રોજેકટ નિહાળવા જશે. શાહ બનાસકાંઠામાં મહિલા દૂધ ઉત્પાદકો માટેના શૂન્ય વ્યાજવાળા રૂપે ક્રેડીટ કાર્ડનો આરંભ કરાવશે. રવિવારે સવારે 4 વાગ્યે જગન્નાથ મંદિરે મંગળા આરતીમાં સહભાગી થશે.સવારે 10.30 વાગ્યે નારણપુરામાં એક આધુનિક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તથા 11 વાગ્યે આંબાવાડી ખાતે અમીન પી.કે.જે.પી. વિદ્યાર્થી ભવનના ઉદઘાટન કાર્યક્રમમાં હાજરી આપશે.

અમિત શાહ કાલે જગન્નાથ મંદિરે મંગળા આરતીમાં સહભાગી થશે… અમિત

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here