કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લાંબા સમયના અંતે અમદાવાદની મુલાકાતે આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે નાદૃુરસ્ત તબિયતને કારણે અમિત શાહએ મુલાકાતીઓને મળવાનુ જ ટાળ્યુ છે. મંગળવારે અમદાવાદ એરપોર્ટ પર આગમન કરતાં જ અમિત શાહે સૂચના આપી દીધી હતીકે, તેઓ કોઇને મળશે નહીં.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ કોરોનાથી સંક્રમિત થઇ ચૂક્યાં છે. કોરોનાને મ્હાત આપ્યા બાદ પણ તેઓને દિલ્હીમાં હોસ્પિટલમાં ખસેડવા પડયા હતાં. અમિત શાહ મંગળવાર સાંજે અમદાવાદ આવી ચૂક્યાં છે. નાદૃુરસ્ત તબિયતને લીધે અમિત શાહના નિવાસસ્થાને મુલાકાતીની અવરજવર બંધ કરાઇ છે. આજે દિવસ દરમિયાન અમિત શાહના નિવાસસ્થાને કોઇ મુલાકાતીઓ આવ્યા ન હતાં. અમિત શાહની નજીક ગણાતાં બે-ચાર જણાં માત્ર ખબર અંતર પૂછી ઘડીકભરમાં જ રવાના થયા હતાં.
અમિત શાહની નજીક ગણાતાં બે-ચાર જણાં માત્ર ખબર અંતર પૂછી ઘડીકભરમાં જ રવાના થયા અમિત શાહની તબિયત અતિ નાદૃુરસ્ત હોવાને કારણે સક્રિય રાજકારણમાં અગાઉ જેવા ગળાડૂબ નથી અને મુલાકાતીઓને મળવાનું ટાળી રહૃાા છે. ભાજપના કાર્યકરોમાં અમીત શાહની તબિયત અંગે ચર્ચાઓ ચાલી રહી છે પરંતુ કેન્દ્રીયમંત્રી હોવા છતાં યોગ્ય બુલેટીન જારી કરાતું જ નથી.