ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો ચુસ્ત પણે અમલ થતો હોય તેવી વાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ અવાર નવાર સરકારી અધિકારીઓ જ દારૂની પાર્ટી કરતા અથવા તો દારૂની બોટલો સાથે પકડાયા હોવાના કિસ્સાઓ સામે આવે છે. ત્યારે આ કિસ્સાઓ પરથી એવું લાગે છે કે, શું ખરેખર ગુજરાતમાં દારૂબંધીનો કડક કાયદો છે કે, પછી માત્ર કાગળો પર દારૂબંધીનો કડક કાયદો બનાવવામાં આવ્યો છે. રાજ્યમાં કેટલાક પોલીસકર્મીઓ દૃારૂની સપ્લાય કરતા પકડાય છે. તો કેટલીક જગ્યા પર પોલીસની રહેમ નજર હેઠળ દૃારૂનું વેચાણ થતું હોવાની પણ કિસ્સાઓ સામે આવે છે ત્યારે અમરેલીનાં ગેસ્ટ હાઉસમાં કસ્ટમ અધિકારીઓ જ દારૂની મહેફિલ માણતા પકડાયા હતા. પોલીસે ત્રણ કસ્ટમ ઓફિસરને દૃારૂની મહેફિલ માણતા પકડ્યા હતા અને તેમની પાસેથી એક બે નહીં પરંતુ ૨૩ જેટલી દૃારૂ અને બિયરની બોટલો કબજે કરી હતી.
રિપોર્ટ અનુસાર અમરેલી લોકલ ક્રાઇમ બ્રાંચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. કરમટા અને જી.પી.એન. મોરીને બાતમી મળી હતી કે, અમરેલીના પીપાવાવ પોર્ટ કોલોનીમા ગેસ્ટ હાઉસ આવેલું છે તેમાં ૩ કસ્ટમ અધિકારીઓ દારૂની મહેફિલ માણી રહૃાા છે. ત્યારે પોલીસ દ્વારા બાતમીના આધારે પીપાવાવ પોર્ટ કોલોનીના ગેસ્ટ હાઉસમાં દૃરોડો પાડવામાં આવ્યો હતો અને આ દરોડા દરમિયાન ગેસ્ટહાઉસના રૂમ નંબર ૧માં પોલીસે ૩ કસ્ટમ અધિકારીઓને દૃારૂ તથા બહારના દૃેશની બીયરની મહેફિલ માણતા પકડી પાડયા હતા. જેથી પોલીસે ગેસ્ટ હાઉસના રૂમમાંથી ૪૦૦ એમએલ ભરેલી દારૂની એક બોટલ, ૩ કાચના ગ્લાસ, ૨૩ બીયરના ટીન અને ૩ મોબાઈલ આમ કુલ મળીને પોલીસે ૧૭,૮૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.