અમરેલીના વિપક્ષ નેતા પરેશ ધાનાણી આજે સ્કૂલોની ફી મુદ્દે પ્રતિક ધરણાં પર બેઠા હતા. જે દૃરમિયાન પોલીસે અટકાયત કરી હતી. અટકાયત દૃરમિયાન પરેશ ધાનાણી અને પોલીસ વચ્ચે તુંતું મેમેં પણ થઈ હતી. જેમાં ધાનણીનો શર્ટ પણ ફાટી ગયો હતો. પોલીસે ટીંગાટોળી કરીને પરેશ ધાનાણીની અટકાયત કરી હતી. જેથી કાર્યકોરમાં રોષ જોવા મળ્યો હતો. રોષે ભરાયેલા કાર્યકરોએ પોલીસની ગાડી આગળ બેસી ગયા હતા અને રસ્તો રોક્યો હતો. પરેશ ધાનાણીએ પોલીસને જણાવ્યું હતું કે, હું એકલો જ ધરણા પર બેઠો છું. જેથી મારી સાથે કોઈ જબરદૃસ્તી કરતા નહીં. તેમ છતાં પોલીસે પરેશ ધાનાણીની અટકાયત કરી હતી. પરેશ ધાનાણીને પોલીસ અમરેલીના પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.
અટકાયત બાદૃ પણ પરેશ ધાનાણીએ જામીન પર છુટવાનો ઈક્ધાર કર્યો હતો. પરેશ ધાનાણીએ પોલીસ સ્ટેશનમાં જ પ્રતિક ધરણા શરૂ કરી દૃીધા હતા. પરેશ ધાનાણી જ્યારે ઉપવાસ પર બેઠા ત્યારે પોલીસ અટકાયત કરવા પહોંચી ગઈ હતી. પરેશ ધાનાણીએ પોલીસને જણાવ્યું હતું કે આજે ગાંધી જયંતિ છે એટલે રાષ્ટ્ર વ્યાપી વિરોધ છે. અમે કોઈ ભાષણ નથી આપતા, માઇક નથી કે પછી ટોળા નથી વળ્યાં. રાજ્યમાં દૃોઢ કરોડ બાળકોની ફી મુદ્દે ધરણા પર બેઠો છું. જેમાં તમારા પણ બાળકો છે. મને કોઈ હાથ અડાડતા નહીં અને મારી સાથે કોઈ જબરદૃસ્તી કરતા નહીં. મારે ધરણાં પર બેસવા માટે પણ મંજૂરી લેવાની છે તે વાત ખોટી છે. આ તમારી દૃાદૃાગીરી છે. આ ગાંધીબાગ છે અને હું અહીંયા એકલો જ બેઠો છું. તમે અહીંયા જાહેરનામું લઈને આવો કે અહીંયા બેસવાની મનાઈ છે. પછી તમે મને હાથ અડાડજો.
તમે જાહેરનામું લઈને આવો નહીં તો હું સામી ફરિયાદૃ કરીશ. આવી દૃાદૃાગીરી નહીં ચાલે, બેસવાની ક્યાં મનાઈ છે. તમે અંગ્રેજોથી પણ ખરાબ હાલ ગુજરાતની કરી દૃીધી છે. મને શું કામ લઈ જાવ છો એનું કારણ તો બતાવો, આ દૃરમિયાન પોલીસે ટીંગાટોળી કરીને પરેશ ધાનાણીને લઈ જઈ રહૃાા હતા અને શર્ટ પણ ફાડી નાખ્યો હતો. જેથી કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો. પોલીસે ધાનાણીની અટકાયત કરી ત્યારે ધાનાણી બોલી રહૃાા હતા કે મારવા હોય તો મારો.. ફાંસીએ ચડાવો…એકલો માણસ ઉપવાસ પર બેઠો છું. અત્યારે તમે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી રહૃાા છો. આ રીત જ ખોટી છે. તમે મને કારણ બતાવો કે તમે મને શું કામ લઈ જાવ છો. દૃોઢ કરોડ વિદ્યાર્થીના ભવિષ્યનો પ્રશ્ર્ન છે. સંપૂર્ણ સત્રની ફી માફ થાય તેની માગણી સાથે બેઠા છીએ. ક્યાંય એક વ્યક્તિએ બેસવાની મનાઈ છે?. જે બાદૃ પોલીસે અટકાયત કરી ધાનાણીને પોલીસની ગાડીમાં બેસાડ્યાં હતાં. ત્યાર બાદૃ કાર્યકરોએ હાય રે ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા. આ સાથે પોલીસ ગાડીની આગળ કાર્યકરો બેસી ગયા હતા અને રસ્તો રોક્યો હતો.