અમરેલીમાં સંવેદન ગુ્રપ દ્વારા 77માં ચક્ષુદાનનો સ્વીકાર

12

અમરેલીનાં ઈશ્વરીયા ખાતે વસતા નિવૃત્ત એસ.ટી. કંડકટર બાબુભાઈ ગોરધનભાઈ ઓડિયા (ઉ.વ.71) તેઓ મનુભાઈ, ભૂપતભાઈ અને ભાવેશભાઈના મોટાભાઈ તેમજ જગદીશભાઈ ઓડિયા (નાસિક)ના પિતાજી, ધર્મેશભાઈ (અમરેલી)નાં મોટા બાપુજીનું તા.પ/ર ને શુક્રવારનાં રોજ શ્ર્વાસની બીમારીને કારણે અવસાન થતાં સ્વર્ગસ્થની ઈચ્છા મુજબ તેમના પરિવારજનો દ્વારા નેત્રદાનનો નિર્ણય કર્યો.

તેઓએ નેત્રદાન માટે ડો. એચ.સી. ગાંધી, ધીરૂભાઈ રૂપાલા, વામજાભાઈ તથા મદદ કાર્યાલયના હિરેનભાઈના માઘ્યમથી ચક્ષુદાન માટે કાર્યરત જાણીતી સેવાભાવી સંસ્થા સંવેદન ગૃપનો સંપર્ક કર્યો હતો. આ ચક્ષુદાન સ્વીકારવા માટે સંસ્થાના પ્રમુખ વિપુલ ભટ્ટી, ધર્મેન્દ્ર લલાડીયા સાથે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાંચના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ, મોહસીન બેલીમ, દર્શન પંડયા, દર્શિત પારેખે સેવા આપી હતી.

સિવિલ હોસ્પિટલમાં લેવાયેલ આ ચક્ષુદાનમાં મેડિકલ કોલેજના પિન્ટુભાઈ ધાનાણીએ સારો સહકાર આપ્યો હતો. ઈશ્વરીયાનાં ઓડિયા પરિવારે સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પુરૂ પાડયું હતું. આ ચક્ષુદાન બે અંધજનોના જીવનમાં રોશની લાવશે. વૈશ્ર્વિક મહામારી કોરોનાને કારણે છેલ્લા નવ મહિનાથી ચક્ષુદાન પ્રવૃત્તિ બંધ હતી. ચક્ષુદાતાના મૃત્યુનું કારણ, ડોકટર વિઝીટ તેમજ સરકારની માર્ગદર્શિકા મુજબ આ ચક્ષુદાન સ્વીકારવામાં આવ્યું હતું તેમ સંવેદન ગૃપના મંત્રી મેહુલ વાઝાએ જણાવ્યું છે.(

Previous articleઅંકલેશ્ર્વરમાં ઇકો કારના સાઈલેન્સરની ચોરી કરતાં બે ઝડપાયા, એક ફરાર
Next articleસી.આર.પાટીલને કમળ છાપ પેંડાથી મોં મીઠું કરાવતા પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણી