અમને એવું હતું કે પ્રજા ગદ્દારોને સબક શિખવાડશે: અમિત ચાવડા

50

ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપે આઠે આઠ બેઠક જીતી લીધી છે અને કૉંગ્રેસનો સફાયો થયો છે. પેટા ચૂંટણીમાં મોરબી, ગઢડા, ધારી, કપરાડા, અબડાસા, લીંબડી, કરજણ અને ડાંગ બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. જ્યમાં પેટાચૂંટણીના પરિણામો જાહેર થઈ રહૃાા છે. ગુજરાતની તમામ ૮ બેઠકો પર પેટાચૂંટણીના પરિણામમાં ભાજપ વિજય ભણી છે. ચૂંટણીના પરિણામ જાહેર થાય તે પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પ્રેસ કૉન્ફરન્સ સંબોધી હતી. વિજય રૂપાણીએ જણાવ્યું કે ’આવનારા દિવસોમાં હવે ભાજપના ૧૧૧ ધારાસભ્યો થઈ જશે, પ્રજા જાણે છે અને તેના કારણે જ કૉંગ્રેસની આવી હાલત છે.’ તો કૉંગ્રેસની હાર વિશે અમિત ચાવડાએ પણ પોતાનું નિવેદન આપ્યું છે.

અમિત ચાવડાએ પ્રેસ કૉન્ફરન્સ કરી અને કહૃાું કે ’અમને એવું હતું કે પ્રજા ગદ્દારોને સબક શિખવાડશે, પણ અમે પ્રજાનો જનાદેશ સ્વીકારીએ છીએ ચાવડાએ કહૃાું કે રાજ્યસભાની એક બેઠક માટે ભારતીય જનતા પાર્ટીએ કૉંગ્રેસના ધારાસભ્યોને પક્ષ પલટો કરાવતા કોરોનાના કપરાકાળમાં પ્રજાના માટે ૮ બેઠકોની ચૂંટણી આવી હતી. જે લોકોએ સત્તાના જોરે, પૈસાના જોરે આ ચૂંટણીઓમાં ઝંપલાવ્યું તેમને પ્રજા હરાવશે તેવું અમારું અનુમાન હતું. અમને એવું હતું કે પ્રજા ગદ્દારોને સબક શિખવાડશે પરંતુ લોકશાહીમાં પ્રજાનો જનાદેશ અમે સ્વીકારીએ છીએ. અમે હારના કારણો ચકાસીશુ અને ફરીથી પ્રજાની વચ્ચે પ્રજાના પ્રશ્ર્નો લઈને જઈશું. આ વિષય સ્થિતિમાં પણ ભાજપ સામે લડ્યા તે બદલ કાર્યકર્તાઓને અભિનંદન.