અમદાવાદ, સોમનાથ, અંબાજી, દ્વારકા, સાપુતારા, ગીર ખાતે હેલિપોર્ટ બનશે

17

ગુજરાતના નાણાં મંત્રી નીતિન પટેલે આજે ગુજરાત વિધાનસભામાં નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨નું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. નીતિન પટેલે બજેટમાં જાહેરત કરી હતી કે, રાજ્યમાં ૬ સ્થળોએ હેલીપોર્ટ બનાવવામાં આવશે. તેમણે કહૃાું કે, રાજ્યમાં યાત્રાધામ અને પ્રવાસન સ્થળોએ કાયમી હેલીપોર્ટ વિકસાવાશે, રાજ્યમાં અમદાવાદ, સોમનાથ, અંબાજી ખાતે હેલીપોર્ટ બનાવાશે.

આ ઉપરાંત દ્વારકા, સાપુતારા અને ગીર ખાતે હેલીપોર્ટ બનાવાશે. તેમણ કહૃાું કે, પ્રવાસનને વેગ આપવા માટે રૂ. ૩ કરોડના ખર્ચે હેલીપોર્ટ બનાવાશે.