અમદાવાદ : વૃદ્ધને વાતોમાં ફસાવી હોટલ લઈ જઈ હનીટ્રેપમાં ફસાવ્યા…

288
honey-trap-અમદાવાદ
honey-trap-અમદાવાદ

Subscribe Saurashtra Kranti here

“હેલો… મૈં આશા બોલ રહી હું”, અમદાવાદમાં વૃદ્ધને વાતોમાં ફસાવી હોટલ લઈ જઈ નગ્ન કર્યા, બળાત્કારની ધમકી આપી 13 લાખ માગ્યા

100 રૂપિયાથી વૃદ્ધ સાથે મિત્રતા શરૂ થઈ હતી

મહિલાએ નોકરીની જરૂર છે એમ કહી વૃદ્ધ સાથે ફોન પર વાતચીત શરૂ કરી

અમદાવાદનાં ચાર વયસ્ક સંતાનોના વૃદ્ધા પિતાને આવેલા મિસ કોલમાં ફસાઈ ગયા અને મહિલા તથા તેના સાથીઓએ ભેગા મળીને વૃદ્ધ પાસે 13 લાખની ખંડણી માગી લીધી હતી. આ સમગ્ર પ્રકરણમાં વૃદ્ધને મહિલા બર્થડે હોવાનું કહીને હોટલમાં લઈ ગઈ અને બન્ને કપડાં કાઢીને નગ્ન થઈ ગયાં, પણ થોડીવારમાં મહિલા બૂમો પાડતાં વૃદ્ધ ડરી ગયા અને મહિલાની ગેંગ ત્યાં આવી વૃદ્ધ પાસે 13 લાખ રૂપિયાની ખડણી માગી હતી. આ મામલે હાલ બાપુનગર પોલીસ સ્ટેશનમાં વૃદ્ધે ગુનો નોંધાવ્યો છે.

મૂળ અમરેલીના અને હાલ અમદાવાદ બાપુનગરમાં રહેતા 61 વર્ષીય વૃદ્ધ તેમનાં પત્ની સાથે રહે છે. તેમને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. દસેક દિવસ પહેલાં આ વૃદ્ધને એક ફોન આવ્યો હતો, જેમાં સામે ફોન કરનારી વ્યક્તિએ પોતે “મેં આશા બોલ રહી હૂ; મુજે નોકરી કી જરૂરત હૈ”. જેથી આ વૃદ્ધએ આ યુવતીને ક્યાં રહે છે એવું પૂછતાં તેને મેઘાણીનગર ભાર્ગવ રોડ પર રહેતી હોવાનું જણાવ્યું હતું.

બાદમાં વૃદ્ધએ કઠવાડા જીઆઇડીસીમાં નોકરી મળશે એવું કહેતાં યુવતીએ એ સ્થળ દૂર પડશે એમ કહ્યું હતું. બાદમાં યુવતીએ કૃષ્ણનગર પાસે કોઈ નોકરી હોય તો જણાવજો, એમ કહી વાતચીત શરૂ કરી હતી. બાદમાં આ મહિલાએ વિજયપાર્ક આ જાના, એમ કહી વૃદ્ધને મળવા બોલાવ્યા હતા, પણ તેઓ ત્યાં જવાનું ભૂલી ગયા અને તેઓ મંદિરે દર્શન કરવા નીકળી ગયા હતા.

દર્શન કરતા હતા ત્યાં જ આ મહિલાનો ફોન આવ્યો અને કૃષ્ણનગર બસ સ્ટેન્ડ પાસે મળવા આવવાનું જણાવ્યું હતું. બાદમાં વૃદ્ધ ત્યાં પહોંચતાં જ મહિલા બાઇક પર બેસી ગઈ અને વૃદ્ધ તેમને ઓળખીતાની ઓફિસે લઈ ગયા હતા, પણ ત્યાં નોકરી માટે નક્કી ન થતાં મહિલા વૃદ્ધ સાથે પરત કૃષ્ણનગર(અમદાવાદ) આવી હતી. ત્યાં આ મહિલાએ વૃદ્ધ પાસે 100 રૂ. માગતાં વૃદ્ધે આપ્યા હતા. બાદમાં સાંજે આ મહિલાનો ફોન આવ્યો હતો અને તેને મળવાનું કહ્યું હતું. મહિલાએ ફોન કરી કહ્યું હતું કે તે ભાભી સાથે સિવિલ હોસ્પિટલમાં છે અને તેને મોડું થવાનું છે, જેથી બીજે દિવસે સૈજપુર મળવાના મેસેજ કર્યા હતા.


બાદમાં આ મહિલાએ વૃદ્ધને કહ્યું, તેને તેમની સાથે વાત કરવી છે, જેથી વસ્ત્રાલ દાદાના મંદિર પાસે જઈ વાત કરશે. વૃદ્ધએ કહ્યું, અહીં જ વાત કરીએ તો… મહિલાએ કહ્યું, તેના અહીં ઓળખીતા ઘણા છે, એટલે વૃદ્ધ તેને વસ્ત્રાલ લઈ ગયા હતા. ત્યાં પહોંચી મહિલાએ પિતાની આર્થિક પરિસ્થિતિની સમસ્યા જણાવતાં વૃદ્ધે પટેલનો દીકરો શોધી લગ્ન કરાવવાનું કહ્યું હતું. જોકે મહિલાએ લગ્ન કરવાની ના પાડી હતી.

બાદમાં પરમ દિવસે બર્થડે હોવાનું કહી મહિલાએ વૃદ્ધને હોટલમાં જવાનું કહ્યું હતું. વૃદ્ધએ જણાવ્યું, હોટલમાં તો આઈડી પ્રૂફ માગે છે તો મહિલાએ કહ્યું, તેની પાસે બધા પ્રૂફ છે. બાદમાં બંને બાપુનગર(અમદાવાદ) દિનેશ ચેમ્બર મધુવન હોટલ ગેસ્ટ હાઉસમાં ગયાં હતાં. હોટલમાં 600 રૂ. આપી રૂમ નંબર 503માં વૃદ્ધ ગયા હતા.

બાદમાં આશા નામની આ મહિલાએ વૃદ્ધ પાસે ત્રણ હજાર માગતાં વૃદ્ધએ બે હજાર આપ્યા હતા. બાદમાં આશા નામની આ મહિલા નગ્ન થઈ ગઈ અને વૃદ્ધને પણ નગ્ન કરી બાહોપાશમાં જકડી લઈ પોતાના પર સૂઈ જવા કહ્યું હતું, પણ અચાનક જ આશાએ હાર્ટ ઓપરેશન કરાવ્યું હોવાનું જણાવી વૃદ્ધને નીચે ઉતારી પોતે કપડાં પહેરી લીધા હતા. એટલામાં જ કેટલાક પુરુષ અને મહિલા રિસેપ્શન કાઉન્ટર પર બોલાચાલી કરતા હતા. બાદમાં એક શખસે આવીને કહ્યું, આશા તેની બહેન છે, એમ કહી તેને આ વિસ્તારમાં એક રિક્ષામાં લઈ ગયા હતા.

Read About Weather here

બાદમાં અનેકવાર વાતો કરી 13 લાખની માગ કરી વૃદ્ધને બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી. રાજેશ નામની એક વ્યક્તિએ દસ લાખમાં મામલો પતાવી દેવાનું જણાવ્યું હતું. આ દરમિયાન અમદાવાદ બાપુનગર પોલીસના કેટલાક માણસો આવ્યા અને વૃદ્ધ સામે બળાત્કારની ફરિયાદ હોવાનું જણાવ્યું હતું, પણ ફરિયાદ કરનાર અમિષા હતી અને તે જ આશા બની આ વૃદ્ધને ફસાવી રહી હોવાનું સામે આવતાં વૃદ્ધે પોલીસને રજૂઆત કરતાં હનીટ્રેપનો કિસ્સો સામે આવતાં બાપુનગર(અમદાવાદ) પોલીસે અમિષા કુશવાહ, વિકાસ ગોહિલ, રાજેશ વાઢેર, અલ્પા અને આરતી નામની મહિલા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here