અમદાવાદ ભદ્ર બજારમાં ખરીદી કરવા આવતા તમામનું કરાયું ફરજીયાત થર્મલ સ્ક્રીનીંગ

49

મીડિયાના માધ્યમથી લોકો સોશિયલ ડિસ્ટનસનું ભાન ભૂલ્યા હોય તે અંગેનો અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. જે બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને તકેદારીના ભાગરૂપે બજારમાં પ્રવેશતા તમામ લોકોનું થર્મલ સ્ક્રીનીંગ ફરજિયાત રીતે શરૂ કર્યું છે.તાપમાન વધુ હોય તો માર્કેટમાં પ્રવેશ નહીં મળેથર્મલ સ્ક્રીનીંગ દરમિયાન કોઈ વ્યક્તિનું તાપમાન વધુ આવવાથી તેને માર્કેટમાં પ્રવેશ આપવામાં આવતો નથી.

કારણ કે, જે વ્યક્તિનું તાપમાન વધુ હોય તેને કોરોના હોવાની શક્યતા છે અને તેના કારણે અન્ય લોકો પણ કોરોનાથી સંક્રમિત થઈ શકે છે.માર્કેટમાં કોરોના ટેસ્ટ કરવાની વ્યવસ્થાઆ ઉપરાંત માર્કેટમાં થર્મલ સ્ક્રીનીંગ બાદ કોઈ વ્યક્તિમાં કોરોનાના લક્ષણો જણાય તો તે વ્યક્તિનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવી રહૃાો છે. આ ટેસ્ટ કરવાની વ્યવસ્થા માર્કેટમાં જ રાખવામાં આવી છે.