અમદાવાદ પૂર્વમાં ગોમતીપુર વિસ્તારના કાલીદાસ મિલ કમ્પાઉન્ડમાં આગ લગતા એક વ્યકિતનું મોત નિપજયું

અમદાવાદ પૂર્વમાં ગોમતીપુર વિસ્તારના કાલીદાસ મિલ કમ્પાઉન્ડમાં આગ લગતા એક વ્યકિતનું મોત નિપજયું
અમદાવાદ પૂર્વમાં ગોમતીપુર વિસ્તારના કાલીદાસ મિલ કમ્પાઉન્ડમાં આગ લગતા એક વ્યકિતનું મોત નિપજયું
અમદાવાદ પૂર્વમાં ગોમતીપુર વિસ્તારના કાલીદાસ મિલ કમ્પાઉન્ડના ખુલ્લા મેદાનમાં બુધવારે બપોરે એક કલાકના સુમારે આગ લાગવાની ઘટના બની હતી.આગ ગણતરીની મિનીટોમાં જ નજીકમાં આવેલા કારખાના સુધી ફેલાઈ જતા કારખાનામાં રહી ગયેલા એક વ્યકિતનું એરકોમ્પ્રેસર ફાટવાથી દાઝી જવાથી મોત થયુ હતુ.

Visit Saurashtra Kranti Homepage here

ફાયર કંટ્રોલસૂત્રોમાંથી મળતી માહિતી મુજબ કાલીદાસ મિલ કમ્પાઉન્ડમાં આગ લાગી હોવાનો કોલ મળતા જ ફાયર વિભાગ દ્વારાબાર જેટલા વાહનો સાથે ડીવીઝનલ ફાયર ઓફિસર,સ્ટેશન ઓફિસર સહિત ફાયર જવાનોનો કાફલો ઘટના સ્થળે આગ બુઝાવવાની કામગીરી માટે દોડી ગયો હતો.ફાયર સ્ટાફ દ્વારા આગ બુઝાવવાની કામગીરી કરાઈ રહી હતી એ સમયે સફીઉલ્લાહ કાળુભાઈ અન્સારી,ઉં.વર્ષ-૮૨નો મૃતદેહ મળી આવતા પોલીસને જાણ કરવામા આવી હતી.મેદાનમાં લાગેલી આગ નજીકમાં આવેલા ત્રણ કારખાના સુધી ફેલાઈ જતા  પ્લાયવુડ લાકડુ,ટ્રોલી બેગ બનાવવાનુ રેકઝીન, સિલાઈના મશીનો વગેરે બળીને ખાખ થઈ ગયા હતા.આગ બુઝાવવા ૧.૫ લાખ લીટર પાણીનો વપરાશ કરવો પડયો હતો.પાંચ કલાકની મહેનત બાદ આગને કાબુમાં લઈ શકાઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here