અમદાવાદ આરટીઓને નવેમ્બર માસમાં પસંદગીના નંબર પટેલે ૧ કરોડથી વધુની આવક થઇ

કોરોનાની મહામારીમાં લોકોની કમર તૂટી ગયાની જ બૂમ સંભળાતી હતી. પરંતુ જો આરટીઓમાંથી વાહનોના પસંદગીના નંબર મેળવવાની વાત કરવામાં આવે તો આ માટે લોકો અધધ રૂપિયા ખર્ચ કરી નાખતા હોય છે. જોકે, અહીં એ પણ નોંધવું રહૃાું કે શોખ બડી ચીજ હૈ. શોખ માટે લોકો કંઈ પણ કરી છૂટતા હોય છે. અમદૃાવાદૃ આરટીઓ કચેરીને કોરોડો રૂપિયાની આવક થાય છે. પરંતુ કોરોનાની મહામારીના કારણે આવક લાખોમાં થઈ ગઈ હતી. બીજી તરફ કોરોના કાળમાં અને મંદૃીના મારમાં પણ લોકો પોતાના શોખ પૂર્ણ કરવા માટે લાખો રૂપિયા ખર્ચ કરી રહૃાા છે.

અમદાવાદ આરટીઓમાં નવેમ્બર મહિનામાં નવા ૧૧,૬૦૦ વાહનો નોંધાયા હતા. જેમાંથી ૩,૦૨૨ વાહન ચાલકોએ પસંદગીના નંબર માટે અરજી કરી હતી. અરજીમાં જે લોકોએ ઊંચા ભાવ ભર્યા હતા તેમને પસંદૃગીનો નંબર પણ મળી ગયો હતો. નવેમ્બર મહિનામાં પસંદૃગીના નંબરની હરાજીથી આરટીઓને ૧ કરોડ ૯ લાખ રૂપિયાની આવક થઈ છે. અમદાવાદ આરટીઓમાં દર ૨૧ દિવસે નંબરની સીરિઝ પૂર્ણ થઈ જાય છે. લોકો કાર અને બાઇક માટે પસંદગીના નંબર લેતા હોય છે. આ માટે ગોલ્ડન અને સિલ્વર નંબર માટે અરજી કરવામાં આવે છે. નવેમ્બર ૨૦૨૦માં ૩,૦૨૨ વાહન માલિકોએ પસંદૃગીના નંબર લીધા છે. આરટીઓને પસંદૃગીના નંબર માટે ૧ કરોડ ૯ લાખની આવક થઈ છે. ઓકટોબર ૨,૦૨૦માં ૨,૮૯૯ વાહન ચાલકોએ પસંદગીના નંબર લીધા હતા. જેનાથી આરટીઓને ૭૧ લાખ ૭ હજાર રૂપિયાની આવક થઈ છે. સપ્ટેમ્બર ૨૦૨૦માં ૧,૧૩૦ વાહન માલિકોએ પસંદગીના નંબર લીધા હતા. આરટીઓને પસંદગીના નંબરથી ૩૯ લાખ ૮૬ હજાર રૂપિયાની આવક થઈ છે

Previous articleએ.એમ.ટી.એસ બસમાંથી યુવતીએ ઉતરવાની ના પાડતાં પોલીસ બોલાવવી પડી
Next articleખેડૂત આંદોલન કોંગ્રેસ,આપ અને લેટ પ્રેરિત: પાટિલ