અમદાવાદમાં સ્ફોટક હકીકત, હોસ્પિટલમાં દર્દીઓનું વેઈટિંગ

108
અમદાવાદ
અમદાવાદ

અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓનું વેઈટિંગ ચાલી રહૃાું છે. કેટલીક હોસ્પિટલમાં તો ૨૦૦ દર્દીઓનું વેઈટિંગ છે

Subscribe Saurashtra Kranti here

અમદાવાદીઓ હાલ કોરોનાને કારણે તમારા શહેરની સ્થિતિ અત્યંત વિકટ બની ગઈ છે. એટલા માટે ઘરની બહાર નીકળતી વખતે ૧૦૦ વખત વિચારી લેજો. કેમ કે જો તમને કે તમારા સ્વજનને કોરોનાનો ચેપ લાગશે કે તેઓને હોસ્પિટલમાં દાખલ કરાવવા માટે તમારા પસીના છૂટી જશે. AHNAના સેક્રેટરી વિરેન શાહે ચોંકાવનારું નિવેદન આપતાં જણાવ્યું છે કે, ખાનગી હોસ્પિટલોમાં બેડ હાઉસફૂલ છે અને ત્યાં પણ દર્દીઓનું વેઈટિંગ ચાલી રહૃાું છે.

અમદાવાદીઓ હાલમાં જ તમે સિવિલ હોસ્પિટલ બહાર ૧૦૮ એમ્બ્યુલન્સોની લાંબી લાંબી લાઈનો જોઈ હશે. અને તેની પાછળનું કારણ એ છે કે અમદાવાદમાં કોરોના હોસ્પિટલો દર્દીઓથી ભરાઈ ગઈ છે. અને હવે હોસ્પિટલોમાં પણ કોરોના દર્દીઓની સારવાર માટે બેડ ઉપલબ્ધ નથી. AHNAના સેક્રેટરી વિરેન શાહે નિવેદન આપ્યું છે કે, અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓનું વેઈટિંગ ચાલી રહૃાું છે. કેટલીક હોસ્પિટલમાં તો ૨૦૦ દર્દીઓનું વેઈટિંગ છે.

Read About Weather here

આ ઉપરાંત વિરેન શાહે કહૃાું કે, ખાનગી હોસ્પિટલોમાં ICU અને ઓક્સિજન તેમજ વેન્ટિલેટર બેડ ફૂલ થઈ ગયા છે. અને ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન માટે ૮ કલાકનું વેઈટિંગ હોવાનું AHNAના સેક્રેટરી વિરેન શાહે જણાવ્યું છે. આમ તમે જ વિચારી જૂઓ કે ફક્ત ઓક્સિજન માટે જ જો ૮-૮ કલાકનું વેઈટિંગ ચાલતું હોય તો ઓક્સિજનનાં અભાવે કોરોના દર્દીઓની સારવાર કેમ થતી હશે. અને ઓક્સિજનના અભાવે કેટલાં દર્દીઓ મોટને ભેટ્યા હશે. તેનો આંકડો સામે આવતો નથી.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleરાજકોટ સિવિલમાં એમ્બ્યુલન્સની લાઇન અકબંધ!!!
Next articleલાકડાના સ્ટીમ્બરમાં બનાવેલી રેસ્ટોરન્ટમાં આગ !