અમદાવાદમાં શિવરંજની પાસે હિટ એન્ડ રનની ઘટના

અમદાવાદમાં શિવરંજની પાસે હિટ એન્ડ રનની ઘટના
અમદાવાદમાં શિવરંજની પાસે હિટ એન્ડ રનની ઘટના

અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે ગઈકાલે મોડી રાત્રે એક કાર ફૂટપાથ પર સૂતેલા લોકો પર ફરી વળી હતી. 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલમાં ખસેડાયા છે. સારવાર દરમ્યાન એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

Subscribe Saurashtra Kranti here

અકસ્માત બાદ કારચાલક સહિત અન્ય 4 લોકો પણ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. જ્યારે ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલમાં અકસ્માત કરનારાને શોધવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.

Read About Weather here

આ અંગેની મળતી માહિતી અનુસાર, અમદાવાદમાં શિવરંજની ચાર રસ્તા પાસે આવેલા બીમાનગર નજીક ફૂટપાથ પર સોમવારે રાત્રે લોકો સૂઈ રહ્યા હતા. મોડી રાત્રે કાળ બનીને આવેલી i20 કાર આ લોકો પર ફરી વળી હતી.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleરાજકોટ બાર એસોસીએશનનાં પ્રમુખની લોકોને ચેતવણી
Next articleગોંડલનાં જામવાડી પાસે ગાંજા સાથે શખ્સ ઝડપાયો