અમદાવાદમાં દિવસે ને દિવસે આત્મહત્યાની ઘટનાઓ વધી રહી છે. સાથે સાથે વ્યાજખોરોના ત્રાસ્તથી કંટાળીને લોકો આત્મહત્યા જેવા ગંભીર પગલાં ભરી રહૃાા છે. ત્યારે આવામાં વધુ એક ઘટના સામે આવી જ્યાં એક યુવકે વ્યાજખોરોની ઉઘરાણીથી ત્રસ્ત થઇ સિવિલ હોસ્પિટલના ગેટ પાસે જ ઝેરી દવા પી મોતને વ્હાલું કર્યું છે.
આ મામલે મળતી માહિત અનુસાર, અમદાવાદની સિવલ હોસ્પિટલના ગેટ પાસે એક યુવકે વ્યાજખોરોથી કંટાળીને ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો હતો. જોકે, આસપાસ લોકો જોઈ જતા યુવ્કેને ગંભીર હાલતમાં હોસ્પીટલમાં ખસેડાયો હતો જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે મૃતકના ભાઇએ શાહીબાગ પોલીસ મથકમાં ત્રણ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.